બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીય ભારતમાં 4 દિવસના અંગત પ્રવાસે
રાજા ચાર્લ્સ તૃતીય અને રાણી કેમિલાએ બેંગલુરુની SIHC માં કર્યું રોકાણ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો
બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીય અને તેમનાં પત્ની કેમિલા ભારતના પ્રવાસે છે. 27 ઓક્ટોબરથી ચાર દિવસ માટે બેંગલુરુના અંગત પ્રવાસે ગયા હતા. 75 વર્ષીય કિંગ ચાર્લ્સ વ્હાઇટફિલ્ડની સોક્ય ઇન્ટરનેશનલ હોલિસ્ટિક હેલ્થ સેન્ટર (SIHC) ખાતે સારવાર માટે આવ્યા હતા.
કિંગ ચાર્લ્સ અને કેમિલા 21થી 26 ઓક્ટોબર દરમિયાન કોમનવેલ્થ સરકારના વડાઓની મીટિંગમાં હાજરી આપ્યા પછી સમોઆથી સીધા બેંગલુરુ ગયા હતા. તેમનો આ પ્રવાસ ગુપ્ત હોવાથી રાજ્ય સરકારે HAL એરપોર્ટ પર આ રાજવી દંપતીનું ઔપચારિક સ્વાગત કર્યું નહોતું. તેઓ એરપોર્ટથી વ્હાઇટફિલ્ડ ગયા ત્યારે ટ્રાફિક વ્યવસ્થા પણ સામાન્ય રીતે જાળવવામાં આવી હતી.
કિંગ ચાર્લ્સ અને કેમિલાએ SIHC ખાતે વહેલી સવારે યોગ કર્યા હતા અને અન્ય સારવાર કરાવી હોવાનું કહેવાય છે. તેમને SIHCમાં વિશેષ કર્મચારીઓ દ્વારા વિવિધ થેરાપી અને મેડિટેશન (ધ્યાન) માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રાજવી દંપતીએ કેમ્પસની અંદર ભોજનની મજા માણી હોવાનું કહેવાય છે. તેઓ તેમની અનુકૂળતાના સમયે લાંબા સમય સુધી ચાલવાનું પસંદ કરતા હતા. તેઓ બુધવારે બેંગલુરુથી નીકળી ગયા હતા.
રાજા તરીકે કિંગ ચાર્લ્સની બેંગલુરુની આ પ્રથમ મુલાકાત છે, પરંતુ જ્યારે તેઓ વેલ્સના પ્રિન્સ હતા, ત્યારે તેમણે ભારતના આ ગાર્ડન સિટીની અનેકવાર મુલાકાત લીધી હતી. તેમનો 71મો જન્મ દિન પણ તેમના SIHC વેલનેસ સેન્ટર ખાતે શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. 2022માં રાણી એલિઝાબેથના નિધન પછી, ચાર્લ્સને નવા કિંગ જાહેર કરવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?