બ્રાઝિલમાં વાવાઝોડાનો તાંડવ
હાવન સ્ટોરની 24 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિમા ધરાશાયી, વાયરલ વીડિયો

બ્રાઝિલના ગુઆઈબામાં ભયાનક વાવાઝોડાએ મચાવી તબાહી

બ્રાઝિલના ગુઆઈબામાં ભયાનક વાવાઝોડાએ મચાવી તબાહી
બ્રાઝિલના રિયો ગ્રાન્ડે ડો સુલ રાજ્યમાં આવેલા ગુઆઈબા શહેરમાં 15 ડિસેમ્બર 2025ના રોજ આવેલા ભયાનક વાવાઝોડાએ મોટી તબાહી મચાવી છે. આ વાવાઝોડામાં 90 કિમી/કલાકથી વધુની ઝડપે ફૂંકાતા પવનને કારણે જાણીતી રિટેલ કંપની હાવન (Havan)ના મેગાસ્ટોરની બહાર સ્થાપિત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની 24 મીટર ઊંચી પ્રતિકૃતિ ધરાશાયી થઈ ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં પ્રતિમા ધીમે-ધીમે નમીને પાર્કિંગ વિસ્તારમાં પડતી જોવા મળે છે.
પ્રતિમાની કુલ ઊંચાઈ 35 મીટર હતી, જેમાં 11 મીટરનો બેઝ મજબૂતાઈથી ઊભો રહ્યો, જ્યારે માત્ર 24 મીટરનો મુખ્ય પ્રતિમા વાળો ભાગ તૂટીને પડ્યો. આ પ્રતિમા વર્ષ 2020માં સ્ટોરના ઉદ્ઘાટન વખતે સ્થાપિત કરવામાં આવી હતી અને તે તમામ ટેકનિકલ સર્ટિફિકેટ (ART) સાથે બનાવવામાં આવી હતી.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં ઘટના સમયે પાર્કિંગમાં હાજર લોકોએ સમયસર વાહનો હટાવી લીધા હતા, જેના કારણે મોટો અકસ્માત ટળ્યો. હાવન કંપની અને સ્થાનિક વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. ગુઆઈબાના મેયર માર્સેલો મરાનાટાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, "પવનની ગતિ અત્યંત વધારે હતી, પરંતુ રાહતની વાત એ છે કે તમામ લોકો સુરક્ષિત છે."
કંપનીનું નિવેદન અને તપાસ હાવન કંપનીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ઘટના બાદ તરત જ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને સુરક્ષા પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું. કાટમાળ હટાવવાની કામગીરી થોડા કલાકોમાં પૂર્ણ થઈ અને સ્ટોર ફરી શરૂ કરવામાં આવ્યો. કંપની હાલ આંતરિક તપાસ કરી રહી છે કે પ્રતિમા પડવા પાછળ માત્ર વાવાઝોડું જ જવાબદાર છે કે કોઈ ટેકનિકલ ખામી પણ હતી.
આ ઘટના બ્રાઝિલમાં હાવન કંપનીની બ્રાન્ડિંગનો ભાગ છે, કારણ કે તેમની મોટાભાગની સ્ટોર્સની બહાર આવી જ પ્રતિમાઓ સ્થાપિત છે. વાયરલ વીડિયો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને ઘણા લોકો તેને પ્રતીકાત્મક રીતે પણ જોઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?