USમાં 6 દિવસથી ગુમ ભારતીય વિધાર્થીનો મૃતદેહ મળ્યો
કર્ણાટકનો 22 વર્ષીય સાકેત 9 ફેબ્રુઆરીથી હતો ગુમ; લેક અંજા પાસે મળી લાશ,પરિવાર શોકાતૂર!

USમાં ભારતીય વિધાર્થીનો મૃતદેહ મળ્યો

USમાં ભારતીય વિધાર્થીનો મૃતદેહ મળ્યો
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર આફત ઉતરી હોય તેમ વધુ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે (UC Berkeley)માં માસ્ટર્સ કરી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ પોલીસને મળી આવ્યો છે. સાકેત છેલ્લા 6 દિવસથી રહસ્યમય રીતે ગુમ હતો.
કઈ રીતે બની ઘટના?
મૂળ કર્ણાટકનો વતની સાકેત કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે 9 ફેબ્રુઆરીના રોજ કેમ્પસથી આશરે એકાદ કિલોમીટર દૂર છેલ્લે જોવામાં આવ્યો હતો, ત્યારબાદ તે ગુમ થયો હતો.
તપાસ દરમિયાન પોલીસને ટિલ્ડન રિજનલ પાર્ક પાસેના એક મકાન પાસેથી સાકેતની બેગ મળી આવી હતી, જેમાં તેનો પાસપોર્ટ અને લેપટોપ હતા. લેક અંજા અને બર્કલે હિલ્સ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન બાદ પોલીસે તેનો મૃતદેહ રિકવર કર્યો છે.
તેજસ્વી કારકિર્દીનો અકાળે અંત
સાકેત શ્રીનિવાસૈયા એક અત્યંત પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. તેણે ભારતની ટોચની સંસ્થા IIT મદ્રાસમાંથી અભ્યાસ કર્યો હતો. તેના નામે 'હાયપરલૂપ માટે માઇક્રોચેનલ કૂલિંગ સિસ્ટમ'ની મહત્વપૂર્ણ પેટન્ટ પણ નોંધાયેલી હતી. બેંગલુરુના શ્રી વાણી એજ્યુકેશન સેન્ટરના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીને તેના મિત્રો અત્યંત બુદ્ધિશાળી અને વિનમ્ર ગણાવતા હતા.
ભારતીય દૂતાવાસની મદદ
સાન ફ્રાન્સિસ્કોમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે આ ઘટનાની પુષ્ટિ કરતા ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ સાકેતના પરિવારના સંપર્કમાં છે અને મૃતદેહને વહેલી તકે ભારત પરત મોકલવા માટે તમામ જરૂરી કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના શંકાસ્પદ મોતના કિસ્સાઓમાં વધારો થયો છે, જેણે વિદેશમાં વસતા ભારતીય સમુદાયમાં ચિંતા જગાવી છે.
સાકેતના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?