'જો તમારો જીવ બચાવવો હોય તો બલુચિસ્તાન છોડી દો.',BLA એ ચીન અને પાકિસ્તાનને આપી ધમકી
BLA એ એક નિવેદન બહાર પાડીને ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તમારે તમારા જીવ બચાવવા હોય તો બલુચિસ્તાન છોડી દો.

BLAની ચીન અને પાકિસ્તાનને ધમકી

BLAની ચીન અને પાકિસ્તાનને ધમકી
ટ્રેન હાઇજેક: મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી. આ હુમલો કરનાર બળવાખોર જૂથ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હવે ચીન અને પાકિસ્તાનને સીધી ધમકી આપી છે.
BLA એ એક નિવેદન બહાર પાડીને ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તમારે તમારા જીવ બચાવવો હોય તો બલુચિસ્તાન છોડી દો. જાફર એક્સપ્રેસમાં 500 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના લશ્કરી અધિકારીઓ છે. ૧૮ કલાક બાદ પણ, બધા બંધકોને હજુ સુધી બચાવી શકાયા નથી.
દરમિયાન, એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાની સેનાએ અત્યાર સુધીમાં 104 બંધકોને બચાવ્યા છે જ્યારે 16 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મુસાફરોથી ભરેલી ટ્રેનના અપહરણની ઘટના પર, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે બલુચિસ્તાનનો જે વિસ્તાર પર આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો તે ટેકરીઓથી ઘેરાયેલો એક દુર્ગમ વિસ્તાર છે. પરંતુ તેમ છતાં, આપણા સૈનિકોનું મનોબળ ઊંચું છે.
તમને જણાવી દઈએ કે બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. ૧૯૪૮થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલુચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
BLA બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરે છે. BLA ની સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પણ બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. BLA આનો વિરોધ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?