પાકિસ્તાન બધી બાજુથી ઘેરાયું, બલૂચ આર્મીએ પણ ચાલુ કર્યો હુમલો...
બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સેનાની ચોકીઓ પર મોટો હુમલો કર્યો...

આંતરિક વિદ્રોહની આગ, પાકિસ્તાન માટે કપરા ચઢાણ...

આંતરિક વિદ્રોહની આગ, પાકિસ્તાન માટે કપરા ચઢાણ...
પાકિસ્તાનની અંદરના હાલત ફરી એકવાર બેકાબૂ થઈ ગયા છે. ઓપરેશન સિંદૂર પછી જ્યાં ભારતે પાકિસ્તાનને સૈન્ય મોરચે જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યાં પાકિસ્તાનની અંદર બલૂચિસ્તાનમાં બળવાખોર સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સેનાની ચોકીઓ પર મોટો હુમલો કર્યો છે. સાથે જ, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગેસ પાઇપલાઇનને પણ વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવી છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન ભારત સામે પોતાના હવાઈ અને ડ્રોન હુમલામાં નિષ્ફળ રહ્યું છે અને હવે પોતે જ પોતાના દેશમાં અલગતાવાદી હુમલાઓથી ઝઝૂમી રહ્યું છે. સૂત્રો અનુસાર, BLA એ બલૂચિસ્તાનના ઘણા ભાગોમાં પાકિસ્તાન આર્મીની ફૉરવર્ડ પોસ્ટ્સને નિશાન બનાવીને ભારે હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાને ગંભીર નુકસાન થયું છે, જો કે હાલમાં સૈનિકોના માર્યા જવાની કોઈ માહિતી મળી નથી.
પાકિસ્તાની સરકાર ભીંસમાં...
પાકિસ્તાનની સત્તા પહેલેથી જ ઓપરેશન સિંદૂરના કારણે દબાણમાં છે. ભારત તરફથી કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ અને મિસાઇલ લોન્ચિંગ સાઇટ્સને ભારે નુકસાન થયું છે. હવે બલૂચિસ્તાનમાં BLA ના હુમલાએ પાકિસ્તાની સરકારની અંદરની નબળાઈને વધુ ઉજાગર કરી દીધી છે. નિષ્ણાતો માને છે કે, ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચ્યું છે અને આ આંતરિક બળવો તેને વધુ અસ્થિર કરી રહ્યો છે.
બેવડા હુમલાથી પાકિસ્તાન ત્રાહિમામ્...
BLA નો આ હુમલો એ સંકેત છે કે બલૂચ વિદ્રોહ હવે નિર્ણાયક તબક્કા પર પહોંચી રહ્યો છે. પાકિસ્તાન લાંબા સમયથી બલૂચ નેતાઓને દમન દ્વારા શાંત કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભારત-પાક તણાવ વચ્ચે આ હુમલો એ વાતનો પુરાવો છે કે પાકિસ્તાનની સેના હવે બે મોરચે લડી રહી છે. એક તરફ ભારતીય સેનાની કડક પ્રતિક્રિયા અને બીજી તરફ અંદરનો વિદ્રોહ.
વિશ્લેષકોનું માનવું છે કે, જો પાકિસ્તાને બલૂચિસ્તાનમાં પરિસ્થિતિને ગંભીરતાથી નહીં લીધી તો આ હુમલા વધુ મોટા સ્તરે થઈ શકે છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનની સૈન્ય અને વ્યૂહાત્મક નિષ્ફળતાનો ફાયદો હવે ત્યાંના અલગતાવાદી સંગઠનોને મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?