બુધવારે, પ્રોફેસર મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી પાંખ, ઇસ્લામી છાત્ર શિબીર પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. આ નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક સૂચના દ્વારા ઔપચારિક કરવામાં આવ્યો હતો.
ગેઝેટ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, “બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામી અને તેના વિદ્યાર્થી જૂથ ઈસ્લામી છાત્રશિબિરને આતંકવાદ અથવા હિંસા સાથે જોડતા કોઈ નક્કર પુરાવા નથી... અને સરકાર માને છે કે ન તો બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામી કે ન તો બાંગ્લાદેશ ઈસ્લામી છાત્રશિબિર સહિત તેની આનુષંગિકો, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.”
પરિણામે, સરકારે, આતંકવાદ વિરોધી અધિનિયમ, 2009 ની કલમ 18 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને, જમાત, શિબિર અને તેમની સાથે સંકળાયેલ સંગઠનો પર પ્રતિબંધ લાદતા અગાઉના પરિપત્રને રદબાતલ કરી દીધો છે. નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ નિર્ણય તરત જ લાગુ થશે.
1 ઓગસ્ટના રોજ, અગાઉની અવામી લીગની આગેવાની હેઠળની સરકારે જમાત, શિબીર અને તમામ સંબંધિત સંગઠનો પર આતંકવાદ વિરોધી અધિનિયમ-2009 હેઠળ રાજકીય સંસ્થાઓ તરીકે પ્રતિબંધ લાદ્યો હતો.