યુદ્ધ આશંકા વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ
ઈસ્ફહાનમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે હેલિકોપ્ટર તૂટી પડ્યું; ટેકનિકલ ખામીથી સર્જાઈ દુર્ઘટના

માર્કેટમાં સર્જાયો મોતનો તાંડવ

માર્કેટમાં સર્જાયો મોતનો તાંડવ
ઈરાન અને મધ્ય-પૂર્વના દેશો વચ્ચે વધતા તણાવ અને યુદ્ધની આશંકાઓ વચ્ચે ઈરાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાની સેનાનું એક હેલિકોપ્ટર ઈસ્ફહાન પ્રાંતના રહેણાંક વિસ્તારમાં તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં સૈન્ય અધિકારીઓ સહિત નાગરિકોના પણ મોત થયા છે, જેનાથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઈરાની સેનાનું એક હેલિકોપ્ટર ઈસ્ફહાન પ્રાંતના ખોમેની શાહર કાઉન્ટીમાં આવેલા દારચેહ શહેરના ફ્રૂટ હોલસેલ માર્કેટમાં અચાનક તૂટી પડ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર હવામાં જ અસામાન્ય રીતે હલનચલન કરી રહ્યું હતું અને જોતજોતામાં તે શાકભાજી માર્કેટની વચ્ચે ખાબક્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હેલિકોપ્ટરનો કાટમાળ દૂર-દૂર સુધી ફેલાઈ ગયો હતો.
આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૪ લોકોના કરૂણ મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં હેલિકોપ્ટર ચલાવી રહેલા પાયલટ, કો-પાયલટ અને માર્કેટમાં વહેલી સવારે વેપાર કરી રહેલા બે સ્થાનિક વેપારીઓનો સમાવેશ થાય છે. ઘટનાના પગલે આખા વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘેરો ઘાલ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
ન્યુક્લિયર પ્લાન્ટ નજીક કાટમાળ પડતા ચિંતા વધીઈસ્ફહાન પ્રાંત ઈરાન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે, કારણ કે અહીં ઈરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટ આવેલા છે. હેલિકોપ્ટર જે વિસ્તારમાં ક્રેશ થયું છે તેની નજીકમાં જ ન્યુક્લિયર ફેસિલિટી હોવાથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, શરૂઆતના અહેવાલો મુજબ પરમાણુ પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી, પરંતુ કાટમાળ પ્રતિબંધિત વિસ્તારની નજીક પડતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જાગી છે.
તપાસમાં મોટો ખુલાસો: ટેકનિકલ ખામી જવાબદારઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલી 'તસ્નીમ ન્યૂઝ એજન્સી'એ અહેવાલ આપ્યો છે કે આ હેલિકોપ્ટર સેનાના એવિએશન યુનિટનું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હેલિકોપ્ટરમાં ઉડાન દરમિયાન જ કોઈ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલટે કાબૂ ગુમાવ્યો હતો. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે થયેલી આ દુર્ઘટનાને પગલે ઈરાની સેનાએ હાઈ-લેવલ તપાસના આદેશ આપ્યા છે.
ઈરાનનો ખરાબ એર સેફ્ટી રેકોર્ડ અને પ્રતિબંધોની અસરઈરાનમાં વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જેની પાછળ કેટલાક ગંભીર કારણો જવાબદાર છે:
૧. જૂના એરક્રાફ્ટ: ઈરાન પાસે રહેલા મોટાભાગના સૈન્ય હેલિકોપ્ટર અને વિમાનો ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ પહેલાના છે. આ દાયકાઓ જૂની મશીનરી હવે જોખમી બની રહી છે.
૨. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો: પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક અને લશ્કરી પ્રતિબંધોને કારણે ઈરાનને આધુનિક સ્પેરપાર્ટ્સ મળતા નથી.
૩. મેન્ટેનન્સનો અભાવ: અસલી પાર્ટ્સના અભાવે 'જુગાડ' અથવા લોકલ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઉડાન દરમિયાન નિષ્ફળ જાય છે.
એક તરફ ઈરાન ઈઝરાયેલ અને પશ્ચિમી દેશો સાથેના તણાવમાં વ્યસ્ત છે, ત્યારે ઘરઆંગણે સેનાની આવી દુર્ઘટના તેના મનોબળ અને લશ્કરી ક્ષમતા પર સવાલો ઉભા કરે છે. ૪ લોકોના મોતની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઈરાને તેના સૈન્ય સાધનોના આધુનિકીકરણ પર ધ્યાન આપવાની તાતી જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?