Appleની મોટી જાહેરાત: સસ્તું મેકબૂક થશે લોન્ચ
વર્ષ 2026ની પહેલી ઇવેન્ટ; સસ્તું મેકબૂક અને M5 ચિપસેટ વાળા લેપટોપ આકર્ષણ

Appleની મોટી જાહેરાત

Appleની મોટી જાહેરાત
ટેક જગતની દિગ્ગજ કંપની એપલે વર્ષ 2026ની તેની પ્રથમ ઈવેન્ટ 'સ્પેશિયલ એપલ એક્સપિરિયન્સ'ની જાહેરાત કરી છે. આગામી ૪ માર્ચે ભારતીય સમય અનુસાર રાત્રે 7:30 વાગ્યે આ ઇવેન્ટ યોજાશે.
આ વખતે ઇવેન્ટમાં ક્યુપર્ટિનોના બદલે ન્યૂયોર્ક, લંડન અને શાંઘાઈ જેવા શહેરોમાં મીડિયા સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે કંપની આ વખતે કંઈક 'અલગ' અને 'ઇન્ટરેક્ટિવ' રજૂ કરવા જઈ રહી છે.
આઇફોન 17e પર સૌની નજર
આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ આઇફોન ૧૭e હોવાનું મનાય છે. આ મોડલ આઇફોન ૧૬e નું સ્થાન લેશે. રિપોર્ટ્સ મુજબ, આ ફોનમાં લેટેસ્ટ A19 ચિપસેટ અને મેગસેફ (MagSafe) સપોર્ટ જોવા મળી શકે છે. જોકે, તેની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર નહીં હોય, પરંતુ આઇફોન પ્રેમીઓ માટે આ એક બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ સાબિત થશે.
સૌથી સસ્તું મેકબૂક
વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક હેતુ માટે એપલ આ વખતે પહેલીવાર આશરે ૬૦૦ થી ૭૦૦ ડોલર (અંદાજે ₹૫૪,૦૦૦ થી ₹૬૦,૦૦૦) ની કિંમતનું સસ્તું મેકબૂક લોન્ચ કરી શકે છે. ઇન્વાઇટના કલરફુલ લોગો પરથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે આ નવું લેપટોપ વાદળી, લીલો અને પીળા જેવા આકર્ષક રંગોમાં આવશે. આ મેકબૂકમાં M-સિરીઝના બદલે આઇફોન જેવી A-સિરીઝની ચિપનો ઉપયોગ થઈ શકે છે.
અન્ય કયા લોન્ચિંગ થઈ શકે?
M5 MacBook Pro: નવા ૧૪-ઇંચ અને ૧૬-ઇંચના મેકબૂક પ્રો મોડલ્સ M5 Pro અને M5 Max ચિપ સાથે જોવા મળશે.
M5 MacBook Air: મેકબૂક એરનું પણ અપડેટ વર્ઝન લોન્ચ થવાની આશા છે.
નવા iPads: 12મી સિરીઝ બેઝ આઇપેડ અને M4 ચિપસેટ વાળું નવું આઇપેડ એર (iPad Air 8th Gen) પણ લોન્ચ થઈ શકે છે.
એપલની આ ઇવેન્ટ સેમસંગની આગામી 'ગેલેક્સી અનપેક્ડ' ઇવેન્ટના થોડા દિવસો બાદ જ યોજાઈ રહી છે, જેનાથી ટેક માર્કેટમાં સ્પર્ધા વધુ તેજ બનશે.
ખાસ કરીને ભારત જેવા બજાર માટે, જ્યાં કિંમત એક મહત્વનું પરિબળ છે, ત્યાં સસ્તું આઇફોન અને મેકબૂક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?