અમેરિકામાં વધુ એક પાટીદાર યુવકની ગોળી મારી હત્યા!
પેન્સિલવેનિયાના પિટ્સબર્ગ શહેરમાં મોટેલ સંચાલક રાકેશ પટેલની હત્યાથી ભારતીયોમાં શોક

બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલ વર્ષોથી અમેરિકા સ્થાયી થયા હતા

બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલ વર્ષોથી અમેરિકા સ્થાયી થયા હતા
અમેરિકાના પેન્સિલવેનિયાના પિટ્સબર્ગ શહેરમાં મોટેલ સંચાલક રાકેશ પટેલની હત્યા કરવામાં આવી છે. હાઉસ કીપિંગનું કામ કરતાં શખ્સે રાકેશ પટેલને ગોળી મારી હત્યા કરી હતી. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ ધીરૂભાઈ પટેલ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ મોટેલ ચલાવતા હતા. અમેરિકન પોલીસે હત્યારાની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. જો કે, રાકેશ પટેલની હત્યાથી ભારતીય પરિવારોમાં શોકની સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલનો જન્મ અમેરિકામાં થયો હતો. તેમણે સુરત જિલ્લામાં લગ્ન કર્યા હતા. તેઓ પત્ની અને ત્રણ દીકરીઓ સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. મોટેલ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
3 ઓક્ટોબરના રોજ રાકેશ પટેલ તેમની મોટેલની બહાર ઊભા હતા. તે સમયે એક શખ્સ કસ્ટમર બનીને આવ્યો હતો અને કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પોઈન્ટ બ્લેન્કથી રાકેશ પટેલના લમણે પિસ્તોલ રાખી ગોળી ધરબી દીધી હતી. રાકેશભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. રાકેશ પટેલની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં હત્યારો કોઈપણ પ્રકારના ડર વગર રાકેશ પટેલની હત્યા કરીને ફરાર થઈ જાય છે.
રાકેશ પટેલની હત્યા બાદ અમેરિકાની પેન્સિલવેનિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યારાને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી કસ્ટમર બનીને આવ્યો હતો. પોલીસે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને જૂની અદાવતના એંગલથી તપાસ શરૂ કરી છે.
બીજી એક ચોંકાવનારી વિગત પણ સામે આવી છે. આ વિગત મુજબ, હત્યારાએ એક મહિલાની ગોળી મારી હત્યા કરી હતી. આ સમયે સમગ્ર બનાવ જોઆ રહેલા રાકેશ પટેલને પણ હત્યારાએ ગોળી મારી હતી. રાકેશ પટેલ દૂરથી હત્યારાને જોઈ રહ્યા હતા ત્યારે તે તેમની પાસે આવી ગયો હતો. રાકેશ પટેલ કંઈ સમજે તે પહેલા તેણે ગોળી મારી દીધી હતી. હત્યારાને પકડવા સ્થાનિક પોલીસે પગમાં ગોળી મારી હોવાની માહિતી છે. જોકે તેણે બે હત્યા શા માટે કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
રાકેશભાઈની હત્યાથી તેમના વતન રાયમ ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગામના ભાવેશભાઈ પટેલના જણાવ્યા મુજબ 50 વર્ષીય રાકેશભાઈ બે મહિના પહેલા જ વતન આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, અમેરિકામાં હત્યાની ઘટનાઓ વધી રહી છે. આ બનાવમાં અંગત દુશ્મનીની આશંકા છે. સીસીટીવી ફૂટેજમાં નિર્મમ હત્યા જોઈને અમારું કાળજું પણ કંપી ઉઠ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.