ટ્રમ્પની ચેતવણી બાદ વેનેઝુએલામાં એરસ્ટ્રાઈક
એરસ્ટ્રાઈક બાદ મિલિટરી બેઝ પાસે બ્લાસ્ટ અને ગોળીબારના અવાજ; વેનેઝુએલામાં ઇમરજન્સી જાહેર.

વેનેઝુએલામાં એરસ્ટ્રાઈક

વેનેઝુએલામાં એરસ્ટ્રાઈક
શનિવારે વહેલી સવારે વેનેઝુએલાની રાજધાની કારાકસમાં એક પછી એક સાત જેટલા પ્રચંડ વિસ્ફોટો થતા સમગ્ર શહેર ધણધણી ઉઠ્યું હતું. નવું વર્ષ શરુ થવાની સાથે જ માહોલમાં તંગદિલી સર્જાઈ છે.
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ચાલી રહેલા ભારે રાજદ્વારી અને સૈન્ય તણાવ વચ્ચે આ ઘટનાએ વિશ્વભરની ચિંતામાં વધારો કર્યો છે. વિસ્ફોટોના અવાજ બાદ શહેરના દક્ષિણ ભાગમાં આવેલા મુખ્ય સૈન્ય મથકની આસપાસ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સમગ્ર વિસ્તાર અંધારપટમાં ગરકાવ થઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિઝ્યુઅલ્સમાં આકાશમાં ઉડતા વિમાનો અને વિસ્ફોટોના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક અહેવાલ મુજબ, કારાકસના આકાશમાં નીચી ઊંચાઈએ ઉડતા એરક્રાફ્ટ પણ જોવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોએ માત્ર વિસ્ફોટો જ નહીં, પરંતુ ગોળીબારના અવાજો સાંભળ્યા હોવાનો પણ દાવો કર્યો છે. આ ભયાનક અવાજોને કારણે લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર રસ્તાઓ પર દોડી આવ્યા હતા.
અમેરિકા સાથેનું ઘર્ષણ
આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી અમેરિકી સરકાર વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. ટ્રમ્પે અગાઉ વેનેઝુએલામાં ગ્રાઉન્ડ સ્ટ્રાઈક અને તેલના ટેન્કરો જપ્ત કરવાની ચેતવણી આપી હતી. અમેરિકી સૈન્યએ કેરેબિયન સમુદ્રમાં ડ્રગ સ્મગલિંગના આરોપસર બોટ પર કરેલા હુમલામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ટ્રમ્પ માદુરોને સત્તા પરથી હટાવવા માટે આક્રમક પ્રતિબંધો અને સૈન્ય કાર્યવાહીનો સહારો લઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકાના આ વલણને 'આક્રમકતા' ગણાવીને ફગાવી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અમેરિકા વેનેઝુએલાના તેલના વિશાળ ભંડાર અને દુર્લભ ખનીજ સંસાધનો પર કબજો કરવા માટે આ ષડયંત્ર રચી રહ્યું છે. અત્યાર સુધી પેન્ટાગોન કે વેનેઝુએલાના સૈન્ય દ્વારા આ વિસ્ફોટોના ચોક્કસ કારણો અંગે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સમગ્ર લેટિન અમેરિકામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો