મહેસાણાના ધામણવા ગામના યુવકની શિકાગોમાં ધરપકડ
યુ વિઝા અને અસાયલમ ફાઈલ હોવા છતાં શિકાગોમાં ફેડરલ એજન્ટ્સની કાર્યવાહી તેજ

કેબ ડ્રાઈવરની નોકરી કરતા યુવકની ધરપકડ, બે મહિનામાં ત્રીજો ગુજરાતી ઝડપાયો

કેબ ડ્રાઈવરની નોકરી કરતા યુવકની ધરપકડ, બે મહિનામાં ત્રીજો ગુજરાતી ઝડપાયો
તમે અસાયલમનો કેસ કરેલો અને U Visaની ફાઈલ ચાલુ હોય તો પણ અમેરિકામાં ફેડરલ એજન્ટસ ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. તેની પાસે પેપર્સ હોવા છતાંય મહેસાણાના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લાં બે મહિનામાં શિકાગોમાં ત્રીજા ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં મહેસાણાના ધામણવા ગામનો એક યુવક બોર્ડર પેટ્રોલના હાથે ઝડપાઈ ગયો છે. ઓ’હેર એરપોર્ટ પર પાર્કિંગ લોટમાં બોર્ડર પેટ્રોલની રેડ થઈ તે જ વખતે આ યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
આ રેડ દરમિયાન અન્ય એક ગુજરાતી પણ ઝડપાયા હતા. જેમનો વીડિયો સ્થાનિક ચેનલમાં વાયરલ થયો હતો. ધામણવાની યુવકની યુ વિઝાની ફાઈલ ચાલુ હોવા છતાં પકડી લેવાયો હતો. અમેરિકન ઓથોરિટી દ્વારા તેની કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
છેલ્લા બે મહિનામાં શિકાગોમાં ત્રીજા ગુજરાતી કેબ ડ્રાઈવરની ધરપકડ થઈ છે. આ સિવાય છૂટાછવાયા કેસમાં ઈમિગ્રેશન ઓથોરિટીના હાથે બીજા ઘણા ગુજરાતીઓ શિકાગોમાંથી પકડાયા છે. જેમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની સાથે-સાથે અસાયલમનો કેસ ચાલુ હોય, વર્ક પરમિટ હોય કે પછી સ્ટૂડન્ટ વિઝા પર આવ્યા હોય તેવા લોકોનો સમાવેશ થાય છે.
એક ગુજરાતી મહિલા ICE દ્વારા અરેસ્ટ કરાયા બાદ બોન્ડ પર છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. દેવીનાપુરા ગામના મહિલાની લોરેન્સમાંથી ધરપકડ થઈ હતી. એકાદ મહિનાના જેલવાસ બાદ દિવાળી સમયે બોન્ડ પર છોડવામાં આવ્યા હતા. શિકાગો ઉપરાંત તેની આસપાસના શહેરોમાં ગુજરાતીઓ પકડાયા છે.
ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં શામ્બર્ગમાં એક ગુજરાતીના ફેમસ ઈન્ડિયન ગ્રોસરી સ્ટોર પર પડેલી રેડ દરમિયાન નોન-ઈન્ડિયન વ્યક્તિની ધરપકડ થયાનો વીડિયો વાયરલ થયો હતો. શામ્બર્ગમાં એક મકાન પર થયેલી ટાર્ગેટેડ રેડમાં ચાર ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક કપલ અને એક સ્ટૂડન્ટનો પણ સમાવેશ થતો હતો. તે કેસમાં ICEવાળા એક જ વ્યક્તિને શોધતા તે ઘર સુધી પહોંચ્યા હતા.પરંતુ એકની સાથે બીજા ત્રણ લોકો પણ હાથમાં આવી ગયા હતા.
શિકાગોમાં સપ્ટેમ્બરના સેકન્ડ વીકથી ઓપરેશન મિડવે બ્લિટ્ઝ શરૂ થયું હતું. જેમાં ત્રણ હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અનેક લોકોને કોઈ વોરંટ વિના અને એક રીતે કહીએ તો રસ્તે ચાલતા લોકોને ઉઠાવી લેવાયા હતા. છેલ્લા એકાદ મહિનાથી શિકાગોમાં ચાલી રહેલું ઓપરેશન થોડું ધીમું પડી ગયું હતું.
કારણકે બોર્ડર પેટ્રોલ કમાન્ડર લૂઈસિયાના અને નોર્થ કેરોલાઈના મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ અચાનક શિકાગો પહોંચી ફરીથી સપાટો બોલાવતા એરપોર્ટ સહિતના લોકેશન્સ પરથી 16થી વધુ ઈમિગ્રન્ટ્સને અરેસ્ટ કર્યા હતા.
બોર્ડર પેટ્રોલ કમાન્ડરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ શહેરમાં બોર્ડર પેટ્રોલની કાર્યવાહી ઘણો લાંબો સમય ચાલવાની છે. હજુ અનેક ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવાની બાકી છે. શિકાગો ટ્રિબ્યૂન નામના એક અખબારે એવો દાવો કર્યો હતો કે બે દિવસ શિકાગોમાં આંટાફેરા કરતા જોવા મળેલા બોર્ડર પેટ્રોલ કમાન્ડરને ફરીથી શિકાગોની બહાર મોકલી દેવાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?