કેનેડામાં અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત
ચાર યુવાઓના મોતથી હડકંપ મચ્યો

અકસ્માત

અકસ્માત
કેનેડાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. ટોરેન્ટોમાં ટેસ્લા કાર થાંભલા સાથે અથડાતા કારની બેટરી ડેમેજ થવાને કારણે તુરંત જ આગ લાગી ગઈ હતી. જેને કારણે ત્રણ યુવક અને 1 યુવતીના મોત થયા છે. આ મૃતકોમાં ગોધરાના સગા ભાઈ-બહેન અને આણંદ જિલ્લાના બે યુવકનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કારમાં 5 લોકો સવાર હતા. પરંતુ એક યુવતીનો બચાવ થયો છે.
ગોધરા શહેરમાં આવેલી પંચમહાલ ડિસ્ટ્રીક્ટ બેંકના નિવૃત્ત કર્મચારીના દીકરો નીલરાજ ગોહિલ અને કેતાબા ગોહિલનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. જ્યારે અન્ય બે મૃતક આણંદ જિલ્લાના બોરસદમાં રહેતા દિગ્વિજય પટેલ અને જય સિસોદીયાનો સમાવેશ થાય છે. જેમાં જય સિસોદીયા બોરસદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનો ભાણેજ છે. જ્યારે આણંદની એક યુવતી ઝલક પટેલ કારમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?