26/11ના મુંબઈ હુમલાના ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કીનું મોત
તેને અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો

26/11ના મુંબઈ હુમલાના ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કીનું મોત

26/11ના મુંબઈ હુમલાના ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કીનું મોત
26/11ના મુંબઈ હુમલાના ગુનેગાર અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાયબ વડા અબ્દુલ રહેમાન મક્કીનું મોત થયું છે.હાર્ટ એટેકના કારણે તેનું મૃત્યુ થયું હતું. મક્કી, જે હાફિઝ સઈદનો સંબંધી અને સંગઠનના ટેરર ફંડિંગનો વડા હતો. તેને અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
મક્કી વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ મક્કીને 1267 ISIL (Da'esh) અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ સૂચિબદ્ધ કર્યા હતા. આ સાથે તેની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી હતી, મુસાફરી પર પ્રતિબંધ અને હથિયાર રાખવા પર પ્રતિબંધ હતો.
અબ્દુલ રહેમાન મક્કીએ લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખનું નેતૃત્વ કર્યું હતું. આ સિવાય તે જમાત-ઉદ-દાવાનો વડો પણ હતો. તે લશ્કરના વિદેશી સંબંધો વિભાગનો વડો પણ હતો. ભારતમાં મોટા આતંકવાદી હુમલામાં તેની સીધી ભૂમિકા હોવાનું માનવામાં આવતું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?