ન્યૂયોર્કમાં ઘરમાં આગ લાગતાં 1 ભારતીયનું મોત
તેલંગાણાની 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની સહજા રેડ્ડી ઉડુમાલાનું ન્યૂ આગને કારણે મૃત્યુ

ઘરમાં આગ લાગી

ઘરમાં આગ લાગી
તેલંગાણાના જંગાંવ જિલ્લાની રહેવાસી અને ઉચ્ચ અભ્યાસ માટે 2021માં US ગયેલી 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની સહજા રેડ્ડી ઉડુમાલાનું ન્યૂયોર્કના અલ્બાનીમાં તેના ઘરમાં લાગેલી આગમાં મૃત્યુ થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ તેના પડોશના મકાનમાંથી શરૂ થઈ હતી અને ઝડપથી સહજા રેડ્ડી ઉડુમાલાના ઘરમાં ફેલાઈ ગઈ હતી. એવું જાણવા મળ્યું છે કે, આગ ફાટી નીકળી ત્યારે તે ઊંઘી રહી હતી અને તેના કારણે તે સમયસર બહાર નીકળી શકી નહોતી. સહજા રેડ્ડી ઉડુમાલાને લગભગ 90 ટકા જેટલી ગંભીર દાઝી જવાની ઈજાઓ થઈ હતી, જે તેના પિતરાઈ ભાઈ રત્ના ગોપુ દ્વારા બનાવવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે.
ટ્વીટર પર દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
આ ફંડ અંતિમ સંસ્કાર, મૃતદેહને વતન પરત લાવવા અને પરિવારને તાત્કાલિક ટેકો આપવા માટે એકઠો કરવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્કમાં ભારતના વાણિજ્ય દૂતાવાસે ટ્વીટર પર આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અમને અલ્બાનીમાં ઘરની આગની ઘટનામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિક સહજા રેડ્ડી ઉડુમાલાના અકાળ મૃત્યુથી ઘેરો શોક થયો છે. આ મુશ્કેલ સમયમાં અમારા વિચારો અને હૃદયપૂર્વકની સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે." દૂતાવાસે પુષ્ટિ કરી છે કે, તેઓ મૃતકના પરિવારના સંપર્કમાં છે અને તેમને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહ્યા છે.
આ પણ વાંચો: ગોવા નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ, 25ના મોત
પુત્રીના મૃતદેહને વતન લાવવા માટે સરકાર પાસે મદદની વિનંતી
સહજા રેડ્ડી ઉડુમાલાના અચાનક અવસાનથી તેમના પરિવાર અને વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તે હૈદરાબાદમાં TCSના કર્મચારી ઉડુમુલા જયકર રેડ્ડી અને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ગોપુમારિયા શૈલજાની મોટી પુત્રી હતી. અભ્યાસ પૂર્ણ કરીને પુત્રીના પરત ફરવાની રાહ જોઈ રહેલા માતા-પિતા આઘાતમાં છે અને તેમણે તેમની પુત્રીના મૃતદેહને વિદેશમાંથી વતન પરત લાવવા માટે સરકાર પાસે મદદની વિનંતી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?