બાંગ્લાદેશમાં પદ્મા નદીમાં બસ ખાબકતાં 24ના મોત
ઇદની રજાઓ માણી પરત ફરી રહેલા મુસાફરો સાથે સર્જાયો કાળમુખો અકસ્માત

બાંગ્લાદેશ: નદીમાં બસ ખાબકતાં 24ના મોત

બાંગ્લાદેશ: નદીમાં બસ ખાબકતાં 24ના મોત
બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં બુધવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. દૌલતદિયા ફેરી ટર્મિનલ પર ફેરીમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલી એક મુસાફર બસ પદ્મા નદીમાં ખાબકી હતી.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં 11 મહિલાઓ અને 5 બાળકોનો સમાવેશ થાય છે. બસમાં કુલ 40 જેટલા મુસાફરો હતા જેમાંથી કેટલાકને બચાવવામાં આવ્યા છે જ્યારે કેટલાંક લોકોની શોધખોળ હજુ ચાલુ છે.
કઈ રીતે સર્જાયો અકસ્માત?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સાંજે 5:15 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે બસ ફેરી પર ચઢવા જઈ રહી હતી ત્યારે એક નાની યુટિલિટી ફેરી પોન્ટૂન સાથે અથડાઈ હતી, જેના કારણે બસ ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી નદીમાં ખાબકી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બસ ઝડપથી નદીમાં ડૂબતી જોવા મળી રહી છે.
દુર્ઘટના બાદ ફાયર સર્વિસ, કોસ્ટ ગાર્ડ અને સેનાની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, ભારે વરસાદ અને નદીના તેજ પ્રવાહને કારણે રેસ્ક્યુમાં અવરોધ આવ્યો હતો. આશરે 6 કલાકની જહેમત બાદ 'હમઝા' નામના સાલ્વેજ જહાજની મદદથી બસને પાણીની બહાર કાઢવામાં આવી હતી.
અનેક મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા, જ્યારે કેટલાક નસીબદાર મુસાફરો તરીને બહાર આવવામાં સફળ રહ્યા હતા. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજબારી જિલ્લા વહીવટીતંત્રને તપાસના આદેશ આપ્યા છે.
અકસ્માત પાછળના કારણોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. મોટાભાગના મૃતદેહોની ઓળખ કરી તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?