સુદાનમાં ડ્રોન હુમલામાં 24 નાગરિકોના મોત
પેરા મિલિટરી ફોર્સ RSFના ઘાતકી હુમલામાં 8 બાળકોએ જીવ ગુમાવ્યા

સુદાન ડ્રોન હુમલો RSF

સુદાન ડ્રોન હુમલો RSF
સુદાનમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલું આંતરવિગ્રહ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દેશની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચેના વર્ચસ્વના જંગમાં સામાન્ય નાગરિકો પીસાઈ રહ્યા છે. તાજેતરમાં ઉત્તર કોર્ડોફાન વિસ્તારના રાહદ નજીક થયેલા એક ભીષણ ડ્રોન હુમલામાં 24 લોકોના કરુણ મોત નીપજ્યા છે.
નિર્દોષ બાળકો અને નવજાત શિશુઓ નિશાન બન્યા :
પ્રાપ્ત વિગતો મુજબ, આ હુમલો એવા વાહન પર કરવામાં આવ્યો હતો જેમાં સિવિલિયન સુરક્ષિત સ્થળે જવા માટે સ્થળાંતર કરી રહ્યા હતા. આ હુમલામાં આઠ બાળકોના મોત થયા છે, જેમાં બે નવજાત શિશુઓનો પણ સમાવેશ થાય છે. ડોક્ટર્સ નેટવર્કે આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનોને અપીલ કરી છે કે તેઓ દખલગીરી કરે અને RSF નેતૃત્વને આ ગુનાઓ બદલ સજા અપાવે.
શું છે આ વિવાદ અને RSFનો ઈતિહાસ ?
રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) એ સુદાનની પેરા મિલિટરી ફોર્સ છે જે અગાઉ જંજાવીદ મિલિશિયા તરીકે ઓળખાતી હતી. વર્ષ 2013માં તેનું નામ બદલીને RSF કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સરકાર દ્વારા બળવાખોરોને ડામવા માટે આ જૂથનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે તે જ સેના સામે જંગે ચડ્યું છે. હ્યુમન રાઈટ્સ વોચ દ્વારા આ જૂથને અગાઉ અત્યંત નિર્દય ગણાવવામાં આવ્યું છે.
ભયાનક આંકડા: લાખો લોકો બેઘર :
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના રિપોર્ટ અનુસાર, આ ગૃહયુદ્ધમાં અત્યાર સુધીમાં 40,000 થી વધુ જવાનોના મોત થયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 1.2 કરોડથી વધુ લોકોએ પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું છે. દેશમાં ભૂખમરો, બીમારી અને અરાજકતાનું વાતાવરણ ચરમસીમાએ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

450 બેઠકોની સંસદમાં આટલો મોટો આંકડો કેવી રીતે આવ્યો? 2021ની સરખામણીમાં શું બદલાયું?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?