Nigeria માં ઈંધણના ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ, 18 લોકોના મોત
ટેન્કરની બ્રેક ફેઈલ થતા થયો અકસ્માત...

Nigeria માં મોટો અકસ્માત...

Nigeria માં મોટો અકસ્માત...
નાઈજીરિયા (Nigeria)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈંધણના ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપી છે. અઠવાડિયા પહેલા પણ એક મોટો અકસ્માત થયો હતો.
નેશનલ રોડ સેફ્ટી એજન્સી અનુસાર, નાઈજીરિયા (Nigeria)ના દક્ષિણ-પૂર્વીય એનુગુ રાજ્યમાં એક ટેન્કરની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો. ટેન્કરે એક્સપ્રેસ વે પર એક ડઝનથી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો.
ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ...
ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સના પ્રવક્તા ઓલુસેગન ઓગુંગબેમીડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેન્કરમાં વિસ્ફોટ થતાં 18 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 10 નો બચાવ થયો હતો. તેમણે કહ્યું કે, આગમાં 18 લોકો એટલી ખરાબ રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી.
એક અઠવાડિયા પહેલા પણ આવી જ ઘટના બની હતી...
આફ્રિકાના સૌથી મોટા તેલ ઉત્પાદક નાઇજીરીયામાં ઇંધણના ટેન્કરોને લગતા અકસ્માતો સામાન્ય બની ગયા છે, જેને સત્તાવાળાઓ ખરાબ રસ્તાઓ અને અવિચારી ડ્રાઇવિંગને દોષ આપે છે. એક સપ્તાહ અગાઉ, દેશના ઉત્તર ભાગમાં એક અન્ય ઘટનામાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?