૧૨૫ ભારતીયોને થાઈલેન્ડથી સુરક્ષિત વતન પરત લાવાયા
મ્યાનમારના સાયબર ઠગાઈ કેન્દ્રોમાંથી નાસી છૂટ્યા હતા

125 ભારતીયોને થાઇલેન્ડથી લવાયા

125 ભારતીયોને થાઇલેન્ડથી લવાયા
ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા થાઈલેન્ડથી ૧૨૫ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. આ તમામ લોકો મ્યાનમારના મ્યાવાડી વિસ્તારમાં આવેલા કુખ્યાત સાયબર ઠગાઈ કેન્દ્રોમાંથી કોઈક રીતે ભાગીને થાઈલેન્ડ પહોંચ્યા હતા, જ્યાં તેમને સ્થાનિક પોલીસે અટકાયતમાં લીધા હતા.
આ લોકોને આકર્ષક નોકરીના લાલચે વિદેશ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા, માર મારવામાં આવ્યો અને ઓનલાઈન ઠગાઈ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. મ્યાવાડીમાં તાજેતરમાં થયેલા દરોડા બાદ હવાલામાંથી છટકીને આ લોકો થાઈ સરહદ પાર કરીને ભાગી આવ્યા હતા.

બેંગકોકસ્થિત ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઈમાં આવેલા કોન્સ્યુલેટે થાઈ સરકાર, ટાક પ્રાંતની એજન્સીઓ અને સુરક્ષા વિભાગો સાથે મળીને આ બચાવ કામગીરી સફળ બનાવી. અટકાયત દરમિયાન દંડ ભર્યા બાદ અને જપ્ત કરેલી વસ્તુઓ પરત મેળવ્યા બાદ આ તમામ નાગરિકોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા વતન પરત લાવવામાં આવ્યા.
આ સાથે માર્ચ ૨૦૨૫થી અત્યાર સુધીમાં મ્યાનમારના ઠગાઈ કેન્દ્રોમાંથી છટકીને થાઈલેન્ડ પહોંચેલા કુલ ૧,૫૦૦થી વધુ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
એક દિવસ પહેલાં જ ૨૬૯ ભારતીયો પરત આવ્યાગઈકાલે જ ૧૧ મહિલાઓ સહિત ૨૬૯ ભારતીય નાગરિકોને પણ સમાન રીતે વતન પરત લાવવામાં આવ્યા હતા. આ રીતે છેલ્લા બે દિવસમાં જ ૩૯૪થી વધુ ભારતીયોને મ્યાનમાર-થાઈલેન્ડના ઠગાઈ જાળમાંથી મુક્ત કરાયા છે.
દૂતાવાસની સખત ચેતવણીભારતીય દૂતાવાસે ફરી એકવાર નાગરિકોને ચેતવણી આપી છે કે:
આ પ્રકારની છેતરપિંડીથી બચવા ભારત સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે અને વિદેશ મંત્રાલયની વેબસાઈટ પરથી જ નોકરીની ઓફરોની ચકાસણી કરવા અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?

તાઇવાન સાથેની દોસ્તી પડી ભારે? ચીને બે દેશોના મંત્રીઓને જ કેમ બનાવ્યા નિશાન? પેરાગ્વે અને બેલીઝના મંત્રીઓ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?