નાગૌરમાં 'વ્હાઈટ ગોલ્ડ' લિથિયમનો મળ્યો વિપુલ ભંડાર
નાગૌરમાંથી 14 મિલિયન ટનનો લિથિયમનો ભંડાર મળ્યો છે, જે ચીનની બેટરી આયાતની નિર્ભરતા ઘટાડશે

વ્હાઈટ ગોલ્ડ

વ્હાઈટ ગોલ્ડ
ભારત માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાએ હવે દેશની બેટરી આયાત માટે ચીન પરની નિર્ભરતાને દૂર કરવાનો માર્ગ ખોલી આપ્યો છે. નાગૌર જિલ્લાના ડેગાના ક્ષેત્રમાં 'વ્હાઈટ ગોલ્ડ' તરીકે લોકપ્રિય લિથિયમનો એક મોટો અને વિપુલ જથ્થો મળી આવ્યો છે. અંદાજ છે કે, ડેગાનાના રેવંત પર્વતોમાંથી આશરે 14 મિલિયન ટન જેટલો લિથિયમનો ભંડાર ઉપલબ્ધ થશે. આ ખનીજ ભંડાર દેશમાં ઉદ્યોગોના વિકાસને મોટો વેગ આપશે, કારણ કે હવે મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રિક વાહનો અને રિચાર્જેબલ બેટરીનું ઉત્પાદન આપણા દેશમાં જ શક્ય બનશે.
70થી 80 ટકા જથ્થો ચીનમાંથી આયાત
હાલમાં ભારત તેની લિથિયમની જરૂરિયાત માટે 70થી 80 ટકા જેટલો જથ્થો ચીનમાંથી આયાત કરે છે. નાગૌરમાંથી મળી આવેલા આ વિશાળ ભંડારના કારણે ચીનમાંથી થતી લિથિયમની આયાતમાં મોટો ઘટાડો થશે અને દેશ આ મહત્ત્વપૂર્ણ ખનીજ માટે આત્મનિર્ભરતા તરફ આગળ વધશે. લિથિયમ એક અત્યંત પ્રતિક્રિયાશીલ, નરમ, ચાંદી જેવો સફેદ અને ચમકદાર ખનીજ છે, જે હવામાં ઓક્સિજનના સંપર્કમાં આવતા તુરંત સળગી ઉઠે છે. વિવિધ ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
આ પણ વાંચો: અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ
રાજસ્થાનની આવકમાં પણ થશે વધારો
લિથિયમના આ ખજાનાના કારણે રાજસ્થાનની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે, આ સાથે જ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે. કેન્દ્રીય ખનન મંત્રાલય દ્વારા લિથિયમના ખાણકામ માટે હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ હરાજી પ્રક્રિયાના દસ્તાવેજો જમા કરાવવાની અંતિમ તારીખ 1 ડિસેમ્બર, 2025 નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારબાદ આ લિથિયમ બ્લોકની હરાજી બોલાશે. નાગૌરનો આ લિથિયમ ભંડાર દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની ક્રાંતિને મજબૂત બનાવવામાં અને બેટરીના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?