મહિલાઓ માટે 3000 રૂપિયા, મફત બેસ સેવા...
શુભેન્દુ કેબિનેટ દ્વારા લેવામાં આવ્યા 5 નિર્ણયો

શુભેન્દુ કેબિનેટ દ્વારા લેવામાં આવ્યા 5 નિર્ણયો

શુભેન્દુ કેબિનેટ દ્વારા લેવામાં આવ્યા 5 નિર્ણયો
Suvendu Adhikari Cabinet Decisions: પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સરકારની બીજી કેબિનેટ બેઠકમાં અનેક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણયોને લીલી ઝંડી આપવામાં આવી છે. મંત્રીમંડળની બેઠક બાદ આયોજિત પ્રેસ બ્રીફિંગમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અગ્નિમિત્રા પોલે સરકારના આ નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરી હતી. સરકારે રાજ્યમાં 'અન્નપૂર્ણા ભંડાર યોજના' ને મંજૂરી આપવાની સાથે જ આગામી 1 જૂનથી તમામ મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવાનો મોટો નિર્ણય કર્યો છે. સરકારના મતે, આ યોજનાથી રાજ્યની કરોડો મહિલાઓને આર્થિક મોરચે મોટી રાહત મળશે.
સરકારી કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ અને અન્નપૂર્ણા યોજના
આ બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનાથી કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં સુધારાની પ્રક્રિયા શરૂ થશે. બીજી તરફ, અગાઉની 'લક્ષ્મી ભંડાર યોજના' નો લાભ મેળવતી મહિલાઓને હવે નવી 'અન્નપૂર્ણા ભંડાર યોજના' હેઠળ આપમેળે આવરી લેવામાં આવશે. બાકી રહેલી મહિલાઓ માટે ટૂંક સમયમાં જ નવું ઓનલાઈન પોર્ટલ ખોલવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, જેમણે સીએએ (CAA) માટે અરજી કરી છે અને જેમના કેસ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, તેઓ પણ આ યોજના માટે પાત્ર ઠરશે. એક અન્ય મોટા નિર્ણયમાં, મદરેસા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ ચાલતી ધાર્મિક આધારિત સહાય યોજનાઓ આગામી મહિનાથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
પ્રથમ કેબિનેટ બેઠકના નિર્ણયો પણ અમલી બન્યા
અત્રે નોંધનીય છે કે, વર્તમાન સરકારે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં પણ રાજ્યના હિતમાં અનેક મોટા નિર્ણયો લીધા હતા, જેનો અમલ હવે શરૂ થઈ ચૂક્યો છે. પૂર્વવર્તી મમતા બેનર્જી સરકારના કાર્યકાળની નીતિઓને બદલીને નવી સરકારે લીધેલા મુખ્ય નિર્ણયો નીચે મુજબ છે:
1. આયુષ્માન ભારત યોજના: સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકારની આ પ્રખ્યાત સ્વાસ્થ્ય વીમા યોજનાને લાગુ કરવામાં આવશે.
2. નવા કાયદા (BNS) નો અમલ: પશ્ચિમ બંગાળમાં આજથી 'ભારતીય ન્યાય સંહિતા' (BNS) સત્તાવાર રીતે અમલી બની ગઈ છે. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે પાછલી સરકારે જૂની આઈપીસી (IPC) ચાલુ રાખીને બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું.
3. બીએસએફ (BSF) ને જમીન ટ્રાન્સફર: સરહદી સુરક્ષાને મજબૂત કરવા માટે સરહદી વિસ્તારોમાં જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા આજથી શરૂ કરી 45 દિવસમાં જમીન BSF ને સોંપવામાં આવશે.
4. IAS-IPS અધિકારીઓને તાલીમ: રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને કેન્દ્રીય તાલીમ કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.
5. પીડિત પરિવારોને સહાય: અગાઉની સરકાર દરમિયાન થયેલી રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા ભાજપના 321 કાર્યકરોના પરિવારોની સંપૂર્ણ આર્થિક અને સામાજિક જવાબદારી હવે રાજ્ય સરકાર સંભાળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?