ઓલા ઈલેક્ટ્રીકના CEO ભાવિશ અગ્રવાલ સામે વોરંટ
ગ્રાહકને બાઈક રિપેર કરી પરત ન આપતા ગોવા કન્ઝ્યુમર કોર્ટે ભાવિશ અગ્રવાલ વિરુદ્ધ વોરંટ

ઓલા ઈલેક્ટ્રીક ભાવિશ અગ્રવાલ

ઓલા ઈલેક્ટ્રીક ભાવિશ અગ્રવાલ
ભારતની જાણીતી ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર કંપની ઓલા ઈલેક્ટ્રીક અને તેના સીઈઓ ભાવિશ અગ્રવાલ કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. ગોવાના ગ્રાહક તકરાર નિવારણ પંચે કંપનીના બેજવાબદાર વર્તન બદલ કડક વલણ અપનાવતા ભાવિશ અગ્રવાલ વિરુદ્ધ જામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર વિવાદ ?
આ મામલો પ્રીતિશ ચંદ્રકાંત ઘાડી નામના ગ્રાહકની ફરિયાદ પરથી ઉભો થયો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમણે ઓલાનું ઈલેક્ટ્રીક બાઈક ખરીદ્યું હતું, પરંતુ ટૂંકા સમયમાં જ તેમાં ખામી સર્જાઈ હતી. તેમણે રિપેરિંગ માટે બાઈક કંપનીને સોંપ્યું હતું. નવાઈની વાત એ છે કે, ગ્રાહકે વાહનની પૂરેપૂરી કિંમત ચૂકવી દીધી હોવા છતાં લાંબા સમય સુધી કંપનીએ બાઈક રિપેર કરીને પરત આપ્યું નહીં અને કોઈ સંતોષકારક જવાબ પણ આપ્યો નહોતો.
પંચની કડક કાર્યવાહી અને વોરંટ :
ગોવા ગ્રાહક પંચે આ વર્તનને ગ્રાહક પ્રત્યેની ઉદાસીનતા અને બેજવાબદારી ગણાવી છે. પંચે અગાઉ ભાવિશ અગ્રવાલને વ્યક્તિગત રીતે હાજર થઈને ખુલાસો કરવા આદેશ આપ્યો હતો. જોકે, આદેશનું પાલન ન થતા પંચે આકરું પગલું ભર્યું છે. બેંગલુરુ પોલીસને સૂચના આપીને ભાવિશ અગ્રવાલના નિવાસસ્થાને ₹1,47,499ની રકમનું જામીનપાત્ર વોરંટ મોકલવા જણાવાયું છે.
આગામી સુનાવણી અને હાજરી :
જો ભાવિશ અગ્રવાલ પોલીસ સમક્ષ હાજર થઈને નિયત રકમના જામીન રજૂ કરશે, તો જ તેમની ધરપકડ ટાળી શકાશે. પંચે આ કેસની આગામી સુનાવણી 23 ફેબ્રુઆરી, 2026ના રોજ નિયત કરી છે. તે દિવસે કંપનીના ફાઉન્ડરે પંચ સમક્ષ હાજર રહીને બાઈકની ડિલિવરીમાં થયેલા વિલંબ અંગે જવાબ આપવો પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની