લદાખમાં હિંસક આંદોલન: 4ના મોત, 50ની અટકાયત
પૂર્ણ રાજ્યની માંગનું હિંસક આંદોલન, નેતાઓ પર હિંસા ભડકાવવાનો આરોપ
લદાખ હિંસા: 50 લોકોની અટકાયત
લદાખ હિંસા: 50 લોકોની અટકાયત
સામાન્ય રીતે શાંત ગણાતા લદાખમાં હાલ ભારે તણાવની સ્થિતિ છે. પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવા જેવી મુખ્ય માંગણીઓ સાથે ચાલતું આંદોલન અચાનક હિંસક બન્યું, જેના કારણે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું. આ હિંસક ઘટનામાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરીને અત્યાર સુધીમાં 50 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી છે.
આ ઘટના બાદ પોલીસ અને લદાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ આ હિંસા માટે આંદોલનકારીઓને સીધા જવાબદાર ઠેરવ્યા છે. કવિન્દર ગુપ્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ચાર લોકોના મોત માટે આંદોલનકારીઓ જ જવાબદાર છે. જે કોઈ પણ આ હિંસામાં સામેલ થશે, તેને તેનું પરિણામ ભોગવવું પડશે. અમે આ ઉગ્રવાદીઓ અને તેમને ઉશ્કેરનારાઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે." તેમણે શાંતિમાં ખલેલ પહોંચાડનારાઓને કોઈ પણ સંજોગોમાં નહિ છોડવાની ખાતરી પણ આપી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
આ હિંસક આંદોલનમાં રાજકીય રંગ પણ ભળ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, "આ હિંસા માટે Gen Z યુવાનોને ઉશ્કેરવા પાછળ કોંગ્રેસ કાઉન્સિલર સ્ટેઝિન ત્સેપેગનો હાથ હતો." સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં મોઢા પર માસ્ક બાંધી લાકડી સાથે એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે, જે સ્ટેઝિન હોવાનો ભાજપે દાવો કર્યો છે. આ આરોપ-પ્રત્યારોપથી રાજકીય ગરમાવો વધી રહ્યો છે.
આ હિંસક ઘટનાના કલાકો બાદ કેન્દ્ર સરકારે પણ આ મામલે સીધું સમાજસેવક સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, "સોનમ વાંગચુકે ઉશ્કેરણીજનક નિવેદનો દ્વારા ટોળાને ઉશ્કેર્યું હતું. કેટલાક રાજકારણીઓ સરકાર અને લદાખના જૂથો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોથી નારાજ છે અને આ કારણોસર તેમણે હિંસા કરવાનો પ્રયાસ કર્યો છે." ગૃહ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું કે વાંગચુકની માંગણીઓ HPC (હાઈ પાવર્ડ કમિટી)માં ચર્ચાનો એક ભાગ છે, છતાં તેમણે ભૂખ હડતાળ પાછી ખેંચી નહીં. વાંગચુક પર "આરબ સ્પ્રિંગ-શૈલીના વિરોધ" અને "નેપાળમાં Gen Z હિંસા" જેવા ઉદાહરણો આપીને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
આ ઘટના દર્શાવે છે કે, લદાખમાં લાંબા સમયથી ચાલી રહેલી શાંતિપૂર્ણ માંગણીઓ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેના પડઘા રાજકીય સ્તરે પણ પડી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?