મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન શિંદે-અજિત જૂથમાં હિંસા
રાયગઢમાં શિંદે અને અજિત જૂથના નેતાઓ વચ્ચે મારામારી, વાહનોમાં તોડફોડ

મહારાષ્ટ્ર મહાયુતિ મારામારી

મહારાષ્ટ્ર મહાયુતિ મારામારી
મહારાષ્ટ્રમાં આજે 246 નગર પરિષદ અને 42 નગર પંચાયત માટે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે એક મતદાન કેન્દ્ર પર સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં સામેલ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટના રાયગઢ જિલ્લામાં નોંધાઈ છે, જેણે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
શિંદે-અજિત જૂથના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ :
રાયગઢ જિલ્લાના મહાડ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન શિંદે જૂથના નેતા વિકાસ ગોગાવલે અને અજિત જૂથના સુશાંત જાબરેના સમર્થકો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. રિપોર્ટ અનુસાર, સુશાંત જાબરે અને તેમના બોડિગાર્ડે ભરત ગોગાવલેના પુત્ર વિકાસના કેટલાક સમર્થકોને માર માર્યો હતો.
વાહનોમાં તોડફોડ અને તણાવ :
આના વળતા પ્રહાર રૂપે, વિકાસ ગોગાવલેના સમર્થકોએ સુશાંત જાબરેના અનેક સમર્થકોના વાહનોમાં તોડફોડ કરી હતી. મહાડમાં મારામારી અને તણાવપૂર્ણ માહોલ સર્જાતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ઘર્ષણનું કારણ :
પ્રાથમિક માહિતી મુજબ, સુશાંત જાબરે ચૂંટણી પહેલા શિવસેના છોડીને એનસીપીમાં જોડાઈ ગયા હતા. મહાડના નવા નગર વિસ્તારમાં આ મારામારી થઈ હતી. મહાડ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં અનેક મતદાન કેન્દ્રો પર EVM ખોટવાઈ ગયા હતા. આ સમયે બંને પક્ષના કાર્યકર્તાઓ મતદાન કેન્દ્રો પર એકઠા થયા હતા, જ્યાં બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ગોગાવલેના સમર્થકોએ પથ્થરમારો કરીને જાબરેના સમર્થકોના વાહનોના કાચ ફોડી નાખ્યા હતા.
રિપોર્ટ મુજબ, જાબરેના સમર્થકોએ કથિત રીતે ગોગાવલેને રિવોલ્વર બતાવી હોવાના પણ અહેવાલો છે. આ ઘટના બાદ ગોગાવલે રિવોલ્વર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?