Vande Mataram: શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય
બંગાળના તમામ મદરેસામાં વંદે માતરમ ગાવું ફરજિયાત બન્યું

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Vande Mataram: પશ્ચિમ બંગાળની તમામ સ્કૂલોમાં હવે સવારની પ્રાર્થના સભા દરમિયાન 'વંદે માતરમ' ગાવું ફરજિયાત રહેશે. બંગાળના નવ નિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સરકારે આ અંગે કડક આદેશ આપ્યા છે. બંગાળ શિક્ષણ વિભાગના નોટિફિકેશન મુજબ, તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરાશે. સરકારે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવાના હેતુથી આ પગલું લેવાયું છે. આ આદેશનું પાલન તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અનિવાર્યપણે કરવાનું રહેશે.સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે તમામ સરકારી સહાયિત અને બિન-સરકારી મદરેસાઓને લાગુ પડે છે. આદેશ મુજબ, દરેક વ્યક્તિએ પ્રાર્થના સમયે "વંદે માતરમ" ગાવું આવશ્યક છે. આ તમામ મદરેસામાં ફરજિયાત છે.
વીડિયો રેકોર્ડિંગની પણ કડક સૂચના
આ આદેશમાં સ્પષ્ટતા કરાઈ છે કે, બંગાળની તમામ સ્કૂલમાં સવારની પ્રાર્થનામાં આ નિયમનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેનું વીડિયો રેકોર્ડિંગ રાખવું પડશે. શિક્ષણ વિભાગના અધિકારીઓ ગમે ત્યારે સ્કૂલની મુલાકાત લઈને આ અંગે તપાસ કરી શકે છે. જો કોઈ સ્કૂલ આ નિયમનું ઉલ્લંઘન કરતી હશે, તો તેની સામે કડક વહીવટી પગલાં લેવાશે.
વધુમાં,બીજો એક નવો સરકારી આદેશ જારી કરવામાં આવ્યો છે
જેને વિવાદાસ્પદ કહેવામાં આવી રહ્યો છે. આ આદેશ સરકારી સરકારી કર્મચારીઓના બોલવા અને લખવાની આઝાદીને સીમિત કરે છે.જે મુજબ સરકારી કર્મચારીઓને પરવાનગી વગર મીડિયામાં બોલી શકશે નહી. ન્યુઝપેપર કે ટીવી ચેનલોને ઈન્ટરવ્યુ આપી શકશે નહી. પરવાનગી વગર લખવા પર પણ પ્રતિબંધ છે.
સરકારી કર્મચારીઓ માટે પણ આદેશ
આ હુકમનામું સરકારી કર્મચારીઓને પણ લાગુ પડે છે. લોકો કહે છે કે આ સરકારી આદેશ કર્મચારીઓને ચૂપ કરાવતા કાયદા જેવો છે. આમાં સરકારી શાળાઓ અને કોલેજોના શિક્ષકો અને અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. લોકો તેની સરખામણી 1975ની કટોકટી સાથે કરી રહ્યા છે. લોકોને ડર છે કે આનાથી સેન્સરશીપ વધશે અને અસંમતિના અવાજો દબાઈ જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?