દિલ્હી AI સમિટમાં હંગામો: યુથ કોંગ્રેસ બની આક્રમક
ભારત-યુએસ ટ્રેડ ડીલ મુદ્દે યુથ કોંગ્રેસે શર્ટ ઉતારી વિરોધ દર્શાવ્યો, સુરક્ષામાં મોટી ચૂક

દિલ્હી AI સમિટમાં હંગામો

દિલ્હી AI સમિટમાં હંગામો
રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે આયોજિત 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026' ના બીજા દિવસે રાજકીય હોબાળો જોવા મળ્યો હતો. ભારતીય યુવા કોંગ્રેસ (IYC) ના કાર્યકરોએ સમિટમાં ઘૂસીને અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યકરો ભારત અને અમેરિકા વચ્ચે થયેલી નવી ટ્રેડ ડીલનો વિરોધ કરી રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુરક્ષામાં મોટી ચૂક?
દેશ-વિદેશના ટેક દિગ્ગજોની હાજરીમાં આ પ્રકારનો વિરોધ થતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અંદાજે પાંચ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.
સત્તાવાળાઓ હવે એ તપાસ કરી રહ્યા છે કે આ કાર્યકરો વીઆઈપી એન્ટ્રી પાસ કે ક્યૂઆર કોડ સ્કેન કરીને અંદર કેવી રીતે પહોંચ્યા? પોલીસના જણાવ્યા મુજબ, હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં અડચણ ઉભી કરવા બદલ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
રાહુલ ગાંધીના આક્ષેપો અને ભાજપનો પલટવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ટ્રેડ ડીલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "આ કરારના નામે ભારતીય ખેડૂતોના હિતોનું બલિદાન આપવામાં આવી રહ્યું છે."
યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબે આકરા શબ્દોમાં કહ્યું કે, આ માત્ર કાર્યકરોનો નહીં પણ બેરોજગાર યુવાનોનો ગુસ્સો છે.
બીજી તરફ, ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "કોંગ્રેસ માટે AI એટલે 'એન્ટી-ઇન્ડિયા' છે. જ્યારે ભારત ટેકનોલોજીમાં ગ્લોબલ હબ બની રહ્યું છે, ત્યારે કોંગ્રેસ આવા સ્ટંટ કરીને દેશની છબી બગાડવાનો પ્રયાસ કરી રહી છે."
આ ઘટના બાદ સમિટના સ્થળે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને મુલાકાતીઓના પાસનું ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની