ભાઈ-ભત્રીજાવાદ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
સત્તાનો દુરુપયોગ લોકશાહી માટે અભિશાપ; હરિયાણા હાઉસિંગ કેસમાં કોર્ટે ફ્લેટની ફાળવણી રદ કરી.

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ
ભારતની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા જણાવ્યું છે કે લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ ગંભીર અપરાધ સમાન છે. ખાસ કરીને જ્યારે સરકારી હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ પોતાના પદનો દુરુપયોગ કરીને અંગત ફાયદા મેળવે છે, ત્યારે તે વ્યવસ્થા માટે જોખમી બની જાય છે. જસ્ટિસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે હરિયાણા સરકારની એક હાઉસિંગ સોસાયટીમાં થયેલી ગેરરીતિ બદલ આકરી ટિપ્પણી કરી છે.
હાઈકોર્ટના આદેશને ફગાવી ફાળવણી રદ કરી :
સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એ જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો છે જેમાં હાઈકોર્ટે આવાસ ફાળવણીની પ્રક્રિયામાં દખલ કરવાની ના પાડી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું કે ગવર્નિંગ બોડીના અધિકારીઓએ નિયમોને નેવે મૂકીને પોતાના જ સભ્યોને ફ્લેટની ફાળવણી કરી હતી, જે પદનો સરેઆમ દુરુપયોગ છે.
શું હતો સમગ્ર મામલો ?
આ વિવાદ હરિયાણા શહેરી વિકાસ સત્તામંડળ (HUDA) અને તેના કર્મચારી કલ્યાણ સંગઠન સાથે જોડાયેલો છે. સંસ્થાના સભ્ય દિનેશ કુમારે બે લક્ઝરી ફ્લેટની ફાળવણીમાં થયેલા પક્ષપાત વિરુદ્ધ અપીલ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે અપીલકર્તા દિનેશ કુમાર તમામ જરૂરી માપદંડો પૂર્ણ કરતા હોવા છતાં તેમને બાકાત રાખીને માનીતાઓને ફ્લેટ ફાળવી દેવામાં આવ્યા હતા.
દોષિતો પર આકરો દંડ અને ફ્લેટ ખાલી કરવાનો આદેશ :
સર્વોચ્ચ અદાલતે આ ગેરરીતિ બદલ HUDA પર 1 લાખ રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત અન્ય જવાબદાર વ્યક્તિઓ પર પણ 25,000 થી 50,000 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે:
અપીલકર્તા દિનેશ કુમારને કાનૂની ખર્ચ પેટે 50,000 રૂપિયા ચૂકવવા.
ગેરકાયદે ફાળવાયેલા ફ્લેટ એક મહિનામાં ખાલી કરવા.
ફાળવણીદારોએ જમા કરાવેલી રકમ એક મહિનામાં પરત કરવી.
આ ચુકાદો સરકારી તંત્રમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે એક ઉદાહરણરૂપ કિસ્સો સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની