પ્રાઈવસી સાથે બાંધછોડ નહિ ચલવાશે નહિ: SC
મેટાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારતીય યુઝર્સની પ્રાઈવસી સાથે બાંધછોડ ચલાવાશે નહિ

વોટ્સએપ

વોટ્સએપ
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સોશિયલ મીડિયા જાયન્ટ મેટા અને તેની લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ* વિરુદ્ધ અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. 2021ની વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસી મામલે થયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો તમે ભારતના બંધારણનું પાલન ન કરી શકતા હોય તો ભારત છોડીને ચાલતી પકડો. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે, સામાન્ય લોકો, જેમાં વૃદ્ધ મહિલાઓ, ફેરિયાઓ અને માત્ર પ્રાદેશિક ભાષા જાણતા લોકોનો સમાવેશ થાય છે, તેઓ વોટ્સએપની જટિલ પ્રાઈવસી પોલિસી સમજી શકતા નથી. આ પરિસ્થિતિને કોર્ટે ‘સિંહ અને ઘેટાં’ વચ્ચેની અસમાન પસંદગી સમાન ગણાવી છે, જ્યાં યુઝર્સને એપની લત લગાડીને હવે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે.
વોટ્સએપને યુઝર્સનો ડેટા વેચવાનો હક નહિ
કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે દલીલ કરી હતી કે, વોટ્સએપ યુઝર્સના અંગત ડેટાને તેની પેરેન્ટ કંપની મેટા સાથે શેર કરીને અઢળક કમાણી કરે છે, જે સ્પષ્ટપણે શોષણકારી નીતિ છે. ચીફ જસ્ટિસે ઉદાહરણ આપતા કહ્યું કે, જો કોઈ ડોક્ટર વોટ્સએપ પર દવા લખે, તો ગણતરીની મિનિટોમાં જ યુઝરના ફોન પર દવાની જાહેરાતો દેખાવા લાગે છે, જે પ્રાઈવસીનો ભંગ છે. સુપ્રીમ કોર્ટે સખત નિર્દેશ આપ્યો છે કે, વોટ્સએપને ભારતીય યુઝર્સનો ડેટા વેચવાનો કે અન્ય પ્લેટફોર્મ પર શેર કરવાનો કોઈ હક નથી. કોર્ટે કંપની પાસે લેખિતમાં બાંહેધરી માંગી છે કે, જ્યાં સુધી કેસની અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી કોઈ પણ ડેટા શેરિંગ થશે નહિ, અન્યથા તેમનો કેસ રદ્દ કરી દેવામાં આવશે.
સર્વોચ્ચ અદાલત નાગરિકોની ડિજિટલ સુરક્ષા માટે મેદાનમાં
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે CCI એ વોટ્સએપને પ્રાઈવસી પોલિસી અને માર્કેટમાં પ્રભુત્વના દુરુપયોગ બદલ 213 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કંપનીએ યુઝર્સને નવી પોલિસી સ્વીકારવા મજબૂર કર્યા હોવાના આરોપ બાદ આ કેસ NCLAT અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હવે આ કેસની સુનાવણી 3 જજોની વિશેષ બેન્ચ કરશે અને આગામી સુનાવણી 9 ફેબ્રુઆરીએ નિર્ધારિત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી હવે ટેક જાયન્ટ કંપનીઓએ ભારતમાં યુઝર્સના ડેટા સુરક્ષા મામલે તેમની નીતિઓમાં મોટા ફેરફારો કરવા ફરજિયાત બનશે, કારણ કે દેશની સર્વોચ્ચ અદાલત હવે નાગરિકોની ડિજિટલ સુરક્ષા માટે મેદાનમાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની