બંગાળમાં 'શુભેન્દુ' યુગનો પ્રારંભ
જાયન્ટ કિલર શુભેન્દુ અધિકારીને ભાજપનું મોટું ઈનામ, આવતીકાલે શપથવિધિ

શુભેન્દુ અધિકારી નવા સીએમ

શુભેન્દુ અધિકારી નવા સીએમ
Shubhendu Adhikari Bengal New CM: પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રીના નામ પરથી આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં શુભેન્દુ અધિકારીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી છે.
મમતા બેનરજીને હરાવનાર 'જાયન્ટ કિલર' બનશે સીએમ
શુભેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં 'જાયન્ટ કિલર' સાબિત થયા છે. તેમણે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીને તેમના ગઢ ગણાતા ભવાનીપુર બેઠક પરથી 15,000 થી વધુ મતોના અંતરથી પરાજય આપ્યો છે. આ ઉપરાંત, તેઓ નંદીગ્રામ બેઠક પરથી પણ સતત બીજી વખત વિજેતા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, 2021ની ચૂંટણીમાં પણ તેમણે મમતા બેનરજીને નંદીગ્રામમાં હારનો સ્વાદ ચખાડ્યો હતો. વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો પર વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે.
બે નાયબ મુખ્યમંત્રી અને સત્તાનું નવું સમીકરણ
રાજ્યમાં વહીવટી સંતુલન જાળવવા માટે ભાજપે બે નાયબ મુખ્યમંત્રી રાખવાનો નિર્ણય લીધો છે. જાણીતા અભિનેત્રી અને ધારાસભ્ય રૂપા ગાંગુલીના નામ પર ડેપ્યુટી સીએમ તરીકે મહોર લાગી ચૂકી છે. જ્યારે બીજા ડેપ્યુટી સીએમ તરીકે ઉત્તર બંગાળના કોઈ પુરુષ ધારાસભ્યની પસંદગી કરવામાં આવશે. મુખ્યમંત્રી બન્યા બાદ શુભેન્દુ અધિકારી પાસે ગૃહ વિભાગનો મહત્વનો પ્રભાર પણ રહેશે.
આવતીકાલે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ
આવતીકાલે એટલે કે 9 મેના રોજ 'રવીન્દ્ર જયંતી'ના પવિત્ર અવસરે શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના શપથ લેશે. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં સવારે 10 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત NDAના અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ અગાઉ જ વિધાનસભા ભંગ કરી દીધી હતી અને હવે નવી સરકારના સ્વાગત માટે વિધાનસભા ભવનમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમિત શાહનું સ્વાગત અને ભક્તિભાવ
આજની મહત્વની બેઠક માટે અમિત શાહ કોલકાતા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ખુદ શુભેન્દુ અધિકારીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ એરપોર્ટથી હોટલ સુધી એક જ કારમાં પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ દક્ષિણેશ્વર કાલી મંદિરે જઈને આશીર્વાદ લીધા હતા. ધારાસભ્ય દળની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ શુભેન્દુના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે સ્વીકારી લીધો હતો.
'સોનાર બાંગ્લા'ની નવી આશા
ભાજપના સાંસદ જ્યોતિર્મય સિંહ મહતોએ આ જીતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે બંગાળના ઇતિહાસમાં પહેલીવાર કોઈ 'હિન્દુ હૃદય સમ્રાટ' મુખ્યમંત્રી બની રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હવે બંગાળમાં 'સોનાર બાંગ્લા'નું સ્વપ્ન સાકાર થશે અને રાજ્યમાં એક નવો સૂર્યોદય થશે. મમતા બેનર્જીના લાંબા શાસન બાદ ભાજપના આ વિજયને રાજ્યના રાજકારણમાં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?