SEBIનો મોટો નિર્ણય: ચિલ્ડ્રન & રિટાયરમેન્ટ ફંડ બંધ
ચિલ્ડ્રન ફંડ જેવી સ્કીમ્સ અન્ય ફંડમાં મર્જ થશે, સબસ્ક્રિપ્શન પર તાત્કાલિક રોક

ચિલ્ડ્રન & રિટાયરમેન્ટ ફંડ બંધ

ચિલ્ડ્રન & રિટાયરમેન્ટ ફંડ બંધ
બજાર નિયામક સેબી (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના વર્ગીકરણ અને તર્કસંગતકરણ અંગે મોટો પરિપત્ર જારી કર્યો છે. 26 ફેબ્રુઆરી 2026થી અમલી બનેલા આ નવા નિયમો મુજબ, ‘સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સ’ (જેમ કે બાળકોના શિક્ષણ કે નિવૃત્તિ માટેના ફંડ) હવે બંધ કરવામાં આવશે. તેના બદલે, સેબીએ રોકાણકારો માટે વધુ શિસ્તબદ્ધ ‘લાઇફ સાયકલ ફંડ’ નામની નવી કેટેગરી રજૂ કરી છે.
તમારી હાલની સ્કીમ્સનું શું થશે?
જો તમે SBI Magnum Children's Benefit Fund જેવી સ્કીમ્સમાં રોકાણ કર્યું હોય, તો આ ફેરફારો તમારા માટે મહત્વના છે:
સબસ્ક્રિપ્શન પર રોક: આ કેટેગરીની હાલની તમામ સ્કીમ્સમાં નવા રોકાણ (Subscription) પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ફંડ મર્જર: આવી સ્કીમ્સને સમાન એસેટ એલોકેશન અને રિસ્ક પ્રોફાઇલ ધરાવતી અન્ય સ્કીમ્સ સાથે મર્જ કરવામાં આવશે. આ માટે મ્યુચ્યુઅલ ફંડ હાઉસે સેબીની પૂર્વ મંજૂરી લેવી પડશે.
શું છે આ ‘લાઇફ સાયકલ ફંડ’?
લાઇફ સાયકલ ફંડ એ એક ઓપન-એન્ડેડ ફંડ હશે જેમાં રોકાણની એક નિશ્ચિત પરિપક્વતા તારીખ (Target Maturity Date) હશે. તે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, સિલ્વર ETF અને ઇન્વિટ્સ (InvITs) જેવા વિવિધ એસેટ ક્લાસમાં રોકાણ કરશે.
સમયગાળો: આ ફંડ લઘુત્તમ 5 વર્ષ અને મહત્તમ 30 વર્ષના ગાળા માટે લોન્ચ કરી શકાશે.
મર્જરની સુવિધા: જ્યારે ફંડની પાકતી મુદત એક વર્ષથી ઓછી બાકી હોય, ત્યારે તેને રોકાણકારોની સંમતિથી નજીકની મેચ્યોરિટી ધરાવતા અન્ય લાઇફ સાયકલ ફંડ સાથે મર્જ કરી શકાશે.
એક્ઝિટ લોડમાં વધારો:
નાણાકીય શિસ્ત પર ભાર રોકાણકારો લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખે તે માટે સેબીએ ઊંચો એક્ઝિટ લોડ રાખ્યો છે:
1 વર્ષની અંદર રોકાણ પાછું ખેંચવા પર 3% એક્ઝિટ લોડ.
2 વર્ષની અંદર 2% અને 3 વર્ષની અંદર 1% એક્ઝિટ લોડ લાગશે.
સેબીના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોને વય અને જરૂરિયાત મુજબના પોર્ટફોલિયો મેનેજમેન્ટની સુવિધા આપવાનો અને મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીને વધુ સ્પષ્ટ બનાવવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની