રાજ્યસભા ચૂંટણી ૨૦૨૬
૧૦ રાજ્યોની ૩૭ બેઠકો માટે ૧૬ માર્ચે મતદાન

રાજ્યસભા ચૂંટણી ૨૦૨૬

રાજ્યસભા ચૂંટણી ૨૦૨૬
ભારતીય ચૂંટણી પંચે રાજ્યસભાની ૩૭ ખાલી થનારી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. એપ્રિલ ૨૦૨૬માં કાર્યકાળ પૂરો થનારા સભ્યોની જગ્યા ભરવા માટે ૧૦ રાજ્યોમાં આ ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નોટિફિકેશન જારી થશે અને ૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે. મતદાનના જ દિવસે સાંજે ૫ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને આખી પ્રક્રિયા ૨૦ માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે.
ચૂંટણી કાર્યક્રમની વિગતો
કયા રાજ્યોમાં કેટલી બેઠકો? આ ચૂંટણીમાં ૧૦ રાજ્યોની કુલ ૩૭ બેઠકો પર મતદાન થશે. રાજ્યો અને તેમાંથી નિવૃત્ત થનારા કેટલાક મુખ્ય સભ્યોની યાદી નીચે મુજબ છે:
રાજકીય પક્ષોની તૈયારી રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર, રામદાસ આઠવલે જેવા દિગ્ગજોની બેઠકો ખાલી થઈ રહી છે, જ્યાં ભાજપ, શિવસેના (શિંદે), એનસીપી (અજિત પવાર) અને મહાવિકાસ આઘાડી વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી શકે છે. તમિલનાડુમાં DMK અને AIADMK વચ્ચે મોટી લડાઈ થશે. પ. બંગાળમાં TMCની મજબૂતી અને બિહારમાં NDA vs મહાગઠબંધનની જંગ જોવા મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની