પંજાબ: વિધાનસભામાં દારૂના નશામાં પહોંચ્યા CM?
વિપક્ષે વીડિયો વાયરલ કરી મચાવી સનસનાટી!

ભગવંત માન નશાનો આરોપ

ભગવંત માન નશાનો આરોપ
Punjab CM Bhagwant Mann News: પંજાબ વિધાનસભામાં મજૂર દિવસ નિમિત્તે બોલાવવામાં આવેલું ખાસ સત્ર ભારે હોબાળા અને ગંભીર આરોપોના કારણે વિવાદોના વમળમાં ફસાયું છે. શિરોમણી અકાલી દળ (SAD) અને કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ભગવંત માન પર નશામાં ગૃહમાં આવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ਬਹੁਤ ਸ਼ਰਮ ਦੀ ਗੱਲ ਹੈ ਕਿ @BhagwantMann ਅੱਜ 'ਮਜ਼ਦੂਰ ਦਿਵਸ' ਮੌਕੇ ਪਵਿੱਤਰ ਸਦਨ ਵਿਧਾਨ ਸਭਾ ਵਿੱਚ ਸ਼ਰਾਬ ਨਾਲ ਡੱਕ ਕੇ ਆ ਗਿਆ❗
— Shiromani Akali Dal (@Akali_Dal_) May 1, 2026
ਤੁਸੀਂ ਖੁਦ ਹਾਲ ਦੇਖ ਲਓ ਮੁੱਖ ਮੰਤਰੀ ਦਾ, ਵਿਧਾਨ ਸਭਾ' ਚ ਕਿਵੇਂ ਵਿਵਹਾਰ ਕਰ ਰਿਹਾ ਹੈ❗
ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਮੁੱਖ ਮੰਤਰੀ ਦੇ ਇਸ ਵਤੀਰੇ ਦੀ ਸਖ਼ਤ ਨਿੰਦਾ ਕਰਦਾ ਹੈ, ਉਸਨੂੰ ਅੱਜ ਦੇ ਦਿਨ ਸ਼ਰਾਬ ਪੀਕੇ… pic.twitter.com/zuszvbRWea
મુખ્યમંત્રી પર નશામાં હોવાનો ગંભીર આરોપ
વિપક્ષી પાર્ટી શિરોમણી અકાલી દળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x (ટ્વિટર) પર મુખ્યમંત્રી ભગવંત માનનો એક વીડિયો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. અકાલી દળે આરોપ લગાવ્યો છે કે, "મજૂર દિવસના પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભગવંત માન વિધાનસભામાં નશાની હાલતમાં પહોંચ્યા હતા, જે અત્યંત શરમજનક બાબત છે". પાર્ટીએ વીડિયોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે મુખ્યમંત્રીનું ગૃહમાં વર્તન યોગ્ય નથી અને તેઓ આ સ્થિતિમાં વિધાનસભામાં પ્રવેશવા માટે લાયક નહોતા. અકાલી દળે આ મામલે સખત નિંદા વ્યક્ત કરતા માંગ કરી છે કે પંજાબની જનતા સામે સત્ય લાવવા માટે મુખ્યમંત્રીનો તાત્કાલિક 'ડ્રગ ટેસ્ટ' કરાવવામાં આવે.
તમામ ધારાસભ્યોના આલ્કોહોલ ટેસ્ટની માંગ
આ વિવાદમાં કોંગ્રેસે પણ ઝંપલાવતા વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવાએ આક્રમક વલણ અપનાવ્યું છે. બાજવાએ માંગ કરી છે કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી સામે આવા ગંભીર આરોપો લાગ્યા હોય, ત્યારે માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ વિધાનસભાના તમામ ધારાસભ્યોના 'આલ્કોહોલ ટેસ્ટ' કરાવવા જોઈએ. કોંગ્રેસે દલીલ કરી હતી કે ગૃહની ગરિમા જાળવવા અને સત્ય સ્થાપિત કરવા માટે આ પરીક્ષણ અનિવાર્ય છે. જોકે, પંજાબ વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષની આ માંગણીઓને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. અધ્યક્ષે કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા પત્રને નકારી કાઢતા જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી માટે ડોપ કે આલ્કોહોલ ટેસ્ટ કરાવવાની માંગને સ્વીકારતા નથી.
લઘુત્તમ વેતનમાં 15 ટકાનો વધારો
આ હોબાળાની વચ્ચે, મુખ્યમંત્રી ભગવંત માને મજૂર વર્ગ માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે પંજાબમાં સરકારી અને બિન-સરકારી બંને ક્ષેત્રો માટે લઘુત્તમ વેતનમાં 15% વધારાની ઘોષણા કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2013 પછી વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો, તેથી તેમની સરકારે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. વિધાનસભામાં થયેલા હંગામાનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, "આ ખાસ સત્ર મજૂર દિવસને સમર્પિત છે અને તમામ સભ્યોએ દલીલો છોડીને ગૃહની ગરિમા જાળવવી જોઈએ". તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર જ્યારે સકારાત્મક પગલાં ભરે છે ત્યારે વિપક્ષ હંમેશા વોકઆઉટ કરવા માટે બહાના શોધે છે.
સત્ર પાછળનું રાજકીય સમીકરણ
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર દ્વારા આ ખાસ સત્ર મજૂર દિવસના માનમાં બોલાવવામાં આવ્યું હતું. જોકે, રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા છે કે તાજેતરમાં AAP ના સાત રાજ્યસભા સાંસદો (જેમાંથી છ પંજાબના હતા) પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હોવાથી, સરકાર પોતાની પકડ મજબૂત કરવા માટે આ પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતા વારિંગે આ સત્રની પ્રાસંગિકતા સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે જ્યારે સરકાર તેના કાર્યકાળના અંતિમ તબક્કા જેવી નબળી સ્થિતિમાં છે, ત્યારે આ સત્રથી કામદારોને ખરેખર શું લાભ થશે. આમ, એક તરફ મુખ્યમંત્રી વેતન વધારા દ્વારા મજૂરોના હિતની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષી દળો તેમના અંગત વર્તન અને વ્યસન મુક્તિના મુદ્દે ઘેરી રહ્યા છે. હાલમાં તો સ્પીકરે ટેસ્ટની માંગ ફગાવી દીધી છે, પરંતુ પંજાબના રાજકારણમાં આ મુદ્દો લાંબો સમય ચાલે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?