ઓવૈસીનો સીએમ સરમા પર કટાક્ષ: 'તને ₹2 દાનમાં આપું'
મુસ્લિમ રિક્ષાચાલકોના ભાડા અંગેના નિવેદન પર ઓવૈસી લાલઘૂમ, અસમના મુખ્યમંત્રીને ગરીબ વિરોધી

અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસી
AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ નિઝામાબાદમાં આયોજિત એક જાહેર સભામાં અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ મુખ્યમંત્રીના વિવાદિત નિવેદનની મજાક ઉડાવતા તેમને મંચ પરથી જ બે રૂપિયા દાનમાં લેવા માટે પડકાર ફેંક્યો હતો.
વિવાદનું મૂળ કારણ :
આ સમગ્ર વિવાદ અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના એક નિવેદનથી શરૂ થયો હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યના 'મિયા મુસ્લિમ' (બંગાળી મૂળના મુસ્લિમો) ગ્રાહકોને આકર્ષવા માટે પોતાની દુકાનો અને ઓટો-રિક્ષાના ભાડામાં ઘટાડો કરે છે, જે એક મોટું ષડયંત્ર છે. તેમણે લોકોને સૂચન આપ્યું હતું કે જો ડ્રાઈવર મુસ્લિમ હોય તો નિર્ધારિત ભાડા કરતા ઓછા પૈસા ચૂકવવા.
ઓવૈસીનો વળતો પ્રહાર :
મુખ્યમંત્રીના આ નિવેદન પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું હતું કે એક ગરીબ રિક્ષાચાલક 4-5 રૂપિયા કમાવવા માટે મહેનત કરતો હોય છે, ત્યારે મુખ્યમંત્રી જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ તેની કમાણી પાછળ પડે તે તેમની નાની માનસિકતા દર્શાવે છે. ઓવૈસીએ ઉમેર્યું હતું કે જો મુખ્યમંત્રીને આટલી જ જરૂર હોય તો તેઓ પોતે તેમને બે રૂપિયા આપવા તૈયાર છે.
બંધારણીય અધિકારો અને સમાનતા :
ઓવૈસીએ કેન્દ્ર સરકાર અને અસમ સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે દેશનું બંધારણ વડાપ્રધાનથી લઈને સામાન્ય નાગરિક સુધી તમામને સમાન અધિકાર આપે છે. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતો આ ભેદભાવ બંધારણની ભાવના વિરુદ્ધ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ પોતાની કોમ વિરુદ્ધ થતું કોઈપણ અપમાન ક્યારેય સહન નહીં કરે.
હાલમાં સોશિયલ મીડિયા પર ઓવૈસીના આ આક્રમક ભાષણનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને રાજકીય ગરમાવો વધી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની