હવે યુનિવર્સિટીઓ પણ નકલી? UGCનો સાવધાનનો આદેશ
દિલ્હીમાં સૌથી વધુ 12 ફ્રોડ યુનિવર્સિટી, ગુજરાતમાં એક પણ નકલી સંસ્થા ઝડપાઈ નથી

UGCનો સાવધાનનો આદેશ

UGCનો સાવધાનનો આદેશ
ભારતની ઉચ્ચ શિક્ષણ નિયામક સંસ્થા, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ દેશના 12 રાજ્યોમાં કાર્યરત 32 નકલી યુનિવર્સિટીઓની નવી યાદી જાહેર કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ચેતવણી આપી છે.
છેલ્લા બે વર્ષમાં આવી બિનઅધિકૃત સંસ્થાઓની સંખ્યા 20થી વધીને 32 થઈ ગઈ છે, જે શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે.
દિલ્હીમાં સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ
UGC ના અહેવાલ મુજબ, દેશની રાજધાની દિલ્હી નકલી યુનિવર્સિટીઓનું કેન્દ્ર બની ગઈ છે. અહીં સૌથી વધુ 12 નકલી સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓ ઘણીવાર એવા નામોનો ઉપયોગ કરે છે જે સરકારી કે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ જેવા જ લાગતા હોય, જેથી વિદ્યાર્થીઓ સહેલાઈથી છેતરાઈ જાય છે.
દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને પુડુચેરીમાં પણ આવી સંસ્થાઓ ઝડપાઈ છે. હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ અને અરુણાચલ પ્રદેશમાં પણ નવી નકલી યુનિવર્સિટીઓ ઉમેરાઈ છે.
બ્લેકલિસ્ટ થયેલી મુખ્ય સંસ્થાઓ:
હરિયાણા: મેજિક એન્ડ આર્ટ યુનિવર્સિટી, ફરીદાબાદ.
ઝારખંડ: દક્ષ યુનિવર્સિટી, રાંચી.
કર્ણાટક: ગ્લોબલ હ્યુમન પીસ યુનિવર્સિટી, બેંગલુરુ.
ઉત્તર પ્રદેશ: ગાંધી હિન્દી વિદ્યાપીઠ, પ્રયાગ.
UGCની સલાહ
UGC એ સ્પષ્ટ કર્યું છે કે આ સંસ્થાઓ પાસે ડિગ્રી આપવાની કોઈ કાનૂની સત્તા નથી. આ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી ડિગ્રી સરકારી નોકરી, ઉચ્ચ અભ્યાસ કે અન્ય કોઈપણ વ્યવસાયિક હેતુ માટે અમાન્ય ગણાશે. એડમિશન લેતા પહેલા વિદ્યાર્થીઓએ UGC ની સત્તાવાર વેબસાઈટ પર જઈને યુનિવર્સિટીની માન્યતા તપાસી લેવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની