NEET-UG 2026 પેપર લીક કેસઃ મુખ્ય સૂત્રધારની ધરપકડ
મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓ ઝડપાયા, વધુ પૂછપરછ માટે CBIએ કસ્ટડી માગી

AI જનરેટેડ

AI જનરેટેડ
NEET-UG 2026 પેપર લીક કેસમાં સીબીઆઈએ નાસિકથી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. શુભમ ખૈરનાર નામના શખ્સની ધરપકડ કરી પાંચ આરોપીઓને સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ વધુ પૂછપરછ અને તપાસ કરવા માટે પાંચેય આરોપીઓની 7 દિવસની પોલીસ કસ્ટડીની માગણી કરી છે.
CBI એ NEET-UG 2026 કથિત પેપર લીકમાં સંડોવાયેલા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને દિલ્હીની ખાસ કોર્ટ (CBI સ્પેશિયલ જજ અજય ગુપ્તા) સમક્ષ રજૂ કરી 7 દિવસની કસ્ટડી માંગી હતી. નાસિકથી ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી શુભમ ખૈરનારના મુંબઈ ફોર્ટ કોર્ટે 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ શુભમ ખૈરનારને દિલ્હી લાવવામાં આવ્યો હતો.
CBIના સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય રાજ્યોમાં પણ ગેંગની સંડોવણી હોવાની શક્યતા છે. તેથી કસ્ટડી પૂછપરછ જરૂરી છે. અત્યાર સુધીમાં 5 મુખ્ય આરોપીઓ જયપુરથી ત્રણ, ગુરુગ્રામથી એક અને નાસિકથી એકની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ રાજસ્થાનના એસઓજી સાથે મળીને તપાસ હાથ ધરી રહી છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું અને તે કયા વિદ્યાર્થીઓને વેચવામાં આવ્યું તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.
NEET પેપર લીક પર દેશવ્યાપી વિરોધ વચ્ચે અમદાવાદમાં NSUI કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કાળા વાવટા બતાવી તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેથી પોલીસે NSUI કાર્યકરોની અટકાયત કરી હતી.
CBI એ NEET-UG 2026 કથિત પેપર લીક કેસમાં અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે. બુધવારે 14 શંકાસ્પદોની 24 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. કોર્ટે બુધવારે આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલ્યા હતા. CBI હવે બધા આરોપીઓને દિલ્હી લઈ જશે.
રાજસ્થાનના સીકરથી માંગી લાલ બિનવાલ, જામવરમગઢથી તેનો ભાઈ દિનેશ બિનવાલ, તેનો પુત્ર વિકાસ બિનવાલ, ગુરુગ્રામ, હરિયાણાથી યશ યાદવ અને નાસિકથી શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ એજન્સીએ પૂછપરછ બાદ વિક્રમ યાદવ, યોગેશ પ્રજાપત, સંદીપ હરિતવાલ, નિતેશ અજમેરા, સત્યનારાયણ, વિક્રમ, રાકેશ, રજત, અમિત મીણા અને રોહિત માવલિયાને મુક્ત કર્યા છે.
મહારાષ્ટ્રના પુણેના બ્યુટિશિયન મનીષા વાઘમારે અને અહિલ્યાનગરના ધનંજય નિવૃત્તિ લોખંડે (26) ને પણ અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. એવો આરોપ છે કે મનીષાના 21 ખાતાઓમાં ₹10 લાખ જમા કરવામાં આવ્યા હતા.
સીબીઆઈને જાણવા મળ્યું છે કે લીક થયેલું પેપર આરોપી યશ યાદવ દ્વારા રાજસ્થાન પહોંચ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પાસેથી પેપર મેળવવા માટે ₹2 લાખથી ₹5 લાખ સુધીનો ચાર્જ લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, યશ યાદવની ઓળખ બીજા આરોપી વિકાસ બિનવાલ તરીકે થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે વિકાસના પિતા દિનેશે કથિત રીતે NEET-UG પ્રશ્નપત્રની હાર્ડ કોપી સ્કેન કરી હતી અને તેને PDF ફાઇલમાં રૂપાંતરિત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે. આરોપીએ પ્રશ્નપત્ર હાથથી લખ્યું હતું. પછી તેને સ્કેન કર્યું હતું અને રાજસ્થાનના સીકર જિલ્લામાં કોચિંગ સેન્ટરોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં તેને ફરતું કર્યું હતું. સીકરમાં 3જી મેની રાત્રે પોલીસ સ્ટેશન પહોંચેલા કોચિંગ સેન્ટરના શિક્ષક અને પીજી ડિરેક્ટર પાસે વાયરલ અનુમાન પેપર (પ્રશ્ન બેંક) હતું. મૂળ પેપરમાં 180 પ્રશ્નોમાંથી 150 સમાન હતા. 300 થી વધુ પ્રશ્નો એક જ હસ્તાક્ષરમાં લખાયેલા હતા. જેમાંથી 150 પરીક્ષામાં પૂછાયા હતા.
NEET છેતરપિંડી: RJD રાષ્ટ્રીય સચિવ, ડૉક્ટર સહિત 4 ધરપકડ
NEET પેપર લીક બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. તપાસ CBI ને સોંપવામાં આવી છે. દરમિયાન, દિલ્હી પોલીસે એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે. જે મેડિકલ કોલેજોમાં MBBS પ્રવેશ મેળવવાના બહાને NEET ઉમેદવારો અને તેમના પરિવારો સાથે છેતરપિંડી કરતી હતી. આ કેસમાં માસ્ટરમાઇન્ડ અને એક ડૉક્ટર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
RJD રાષ્ટ્રીય સચિવ સંતોષ કુમાર જયસ્વાલ સહિત ચાર આરોપીઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે જયસ્વાલ સમગ્ર સાંઠગાંઠનો મુખ્ય સૂત્રધાર છે. તે 20-30 લાખ રૂપિયામાં મેડિકલ કોલેજમાં પ્રવેશનું વચન આપીને બાળકો અને તેમના વાલીઓને છેતરતો હતો. સંતોષ કુમાર જયસ્વાલ લાલુ યાદવ અને તેજસ્વી યાદવના નજીકના હોવાનું કહેવાય છે.
સીબીઆઈએ રાજસ્થાન અને બિહાર સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડીને શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે. તપાસમાં બહાર આવ્યું કે પેપર કથિત રીતે રાજસ્થાનના સીકરમાં પહોંચાડવામાં આવ્યું હતું. તપાસ એજન્સીએ કોચિંગ સેન્ટર સંચાલકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી પાંચ લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ફરીથી પરીક્ષા લેવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે તેમને NTA પર કોઈ વિશ્વાસ નથી.
મહત્વપૂર્ણ છે કે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) એ ભારતમાં મેડિકલ અને ડેન્ટલ કોર્ષમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા છે. તેની શરૂઆત 2013 માં થઈ હતી. આ પરીક્ષા AIIMS અને JIPMER જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહિત તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS, AYUSH (BAMS, BHMS) અને નર્સિંગ કોર્ષમાં પ્રવેશ પૂરો પાડે છે. હાલમાં, દેશમાં 100,000 થી વધુ MBBS અને 27,000 થી વધુ BDS સીટો છે.
વર્ષ 2024 માં પણ પેપર લીક થયું હતું
વર્ષ 2024 માં પેપર લીકને કારણે કેટલાક કેન્દ્રો પર NEET UG પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા 5 મે 2024 ના રોજ યોજાઈ હતી. 6 મે ના રોજ NTA એ કોઈપણ પેપર લીકનો ઇનકાર કર્યો હતો. બાદમાં બિહાર (પટણા) અને ઝારખંડ (હઝારીબાગ) માં તપાસ હાથ ધરવામાં આવી હતી. લીકના પુરાવા મળી આવ્યા બાદ ઘણી ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સમગ્ર પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને કેટલાક કેન્દ્રો પર 1,539 ઉમેદવારોની ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. પેપર લીકના આરોપો ઉપરાંત 67 વિદ્યાર્થીઓએ 720/720 ગુણ મેળવ્યા હતા અને એક જ કેન્દ્રમાંથી અનેક ટોપર્સ આવ્યા હતા તે હકીકતે નવો વિવાદ ઉભો કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?