NCERT પુસ્તક વિવાદ: સુપ્રીમ કોર્ટ લેશે મોટા પગલાં
Class 8 ના પુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' ના ઉલ્લેખથી CJI નારાજ, SC જાતે લેશે નોંધ.

NCERT પુસ્તક વિવાદ

NCERT પુસ્તક વિવાદ
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' પર એક વિભાગ ઉમેરવામાં આવતા મોટો વિવાદ ઊભો થયો છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે 'ગંભીર ચિંતા' વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ ન્યાયતંત્ર જેવી પવિત્ર સંસ્થાને બદનામ કરવાની મંજૂરી કોઈને આપશે નહીં.
CJI સૂર્યકાંતની કડક ટિપ્પણી
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે આ મામલે સુઓ મોટો (જાતે નોંધ લેવી) કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે જણાવ્યું કે, "માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં, પરંતુ તમામ હાઈકોર્ટના ન્યાયાધીશો પણ આનાથી વ્યથિત છે. આ એક ગણતરીપૂર્વકનું પગલું જણાય છે. કાયદો તેનું કામ કરશે અને અમે કોઈને પણ સંસ્થાની છબી ખરડાવવા દઈશું નહીં."
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મુદ્દો કોર્ટમાં ઉઠાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને સવાલ કર્યો હતો કે, "NCERT ધોરણ 8ના બાળકોને ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર વિશે ભણાવે છે, પરંતુ નેતાઓ, મંત્રીઓ, સરકારી નોકરો અને તપાસ એજન્સીઓના મોટા પાયે ફેલાયેલા ભ્રષ્ટાચારનું શું? તેને કેમ કાર્પેટ નીચે દબાવી દેવામાં આવે છે?"
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ આક્ષેપ કર્યો કે આ વિષયની પસંદગી જ શંકાસ્પદ છે. જસ્ટિસ બાગચીએ ટિપ્પણી કરી હતી કે આ પ્રકારનું લખાણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ જણાય છે.
NCERT ના પ્રકરણમાં શું છે?
'આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા' નામના સુધારેલા પ્રકરણમાં માત્ર અદાલતોના માળખાની જ નહીં, પરંતુ સિસ્ટમના પડકારો જેવા કે કેસનો ભરાવો અને ભ્રષ્ટાચારની પણ ચર્ચા કરવામાં આવી છે.
પુસ્તકમાં સુપ્રીમ કોર્ટ (81,000), હાઈકોર્ટ (62 લાખ) અને જિલ્લા અદાલતો (4.7 કરોડ) માં પેન્ડિંગ કેસોના આંકડા આપવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચારના વિભાગમાં જણાવાયું છે કે ન્યાયાધીશો 'કોડ ઓફ કન્ડક્ટ' થી બંધાયેલા છે અને ફરિયાદ નિવારણ માટે CPGRAMS જેવી વ્યવસ્થા છે.
કાયદાના નિષ્ણાતો માને છે કે ધોરણ 8 ના કુમળા માનસ પર આ પ્રકારની નકારાત્મક છાપ છોડવી જોખમી છે. એડવોકેટ પ્રજ્ઞા પરિજાત સિંહે જણાવ્યું કે, "ન્યાયતંત્રએ કેશવાનંદ ભારતી જેવા કેસ દ્વારા લોકશાહીનું રક્ષણ કર્યું છે, તેનો ઉલ્લેખ કરવાને બદલે માત્ર ભ્રષ્ટાચારને હાઈલાઈટ કરવો તે અપરિપક્વતા છે."
હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ મામલે NCERTને શું આદેશ આપે છે અને પાઠ્યપુસ્તકમાંથી આ વિવાદાસ્પદ વિભાગ દૂર કરવામાં આવે છે કે કેમ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની