મુંબઈ મેટ્રો અકસ્માત: 5 અધિકારીની ધરપકડ
સેફ્ટીના નિયમો માત્ર કાગળ પર? મેટ્રો કામગીરીમાં બેદરકારી બદલ વિપક્ષના આકરા પ્રહારો

મુંબઈ મેટ્રો અકસ્માત

મુંબઈ મેટ્રો અકસ્માત
મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટના બાદ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ગઈકાલ, 14 ફેબ્રુઆરીએ મુંબઈમાં નિર્માણાધીન મેટ્રોનો સ્લેબ પડતા 1નું મોત અને 3ને ઈજા પહોંચી હતી.
આ મામલે બેદરકારી બદલ પોલીસે મિલાન રોડ બિલ્ડટેકના ચાર કર્મચારીઓ અને DB હિલ LBG સુપરવાઇઝરી કંપનીના એક કર્મચારીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર હરીશ ચૌહાણ અને બે પ્રોજેક્ટ મેનેજરનો પણ સમાવેશ થાય છે. ક્ઝિક્યુટિવ એન્જિનિયરને તેની બેદરકારીના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મેટ્રો સ્લેબ ધરાશયી થતા અસરગ્રસ્ત થતા મૃતકના પરિવારને રૂ. 5 લાખની સહાય જાહેર કરાઈ છે; આ ઉપરાંત કોન્ટ્રાક્ટર પર રૂ. 5 કરોડનો દંડ જ્યારે જનરલ કન્સલ્ટન્ટ પર રૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તપાસના આદેશ:
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતા જણાવ્યું હતું કે, આ મામલે ઉંડી તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, આ ઘટનાને લઈને રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું છે.
વિપક્ષના આકરા પ્રહાર
શિવસેના (UBT) નેતા અને વરલીના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, "કામ પૂર્ણ થયા પહેલા જ પિલર પર પેઇન્ટ કરી દેવામાં આવે છે, જે માત્ર દેખાડો છે. સુરક્ષાના અભાવે વાહનો ખાડામાં પડી રહ્યા છે. ભાજપના શાસનમાં માનવ જીવનની કોઈ કિંમત રહી નથી."
કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે પણ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, શું મુંબઈગરાના જીવ આટલા સસ્તા થઈ ગયા છે? જ્યારે આટલા વ્યસ્ત રોડ પર કામ ચાલતું હોય ત્યારે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી? સુરક્ષાના નિયમો માત્ર કાગળ પર જ કેમ સીમિત છે?
પોલીસે હાલ તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે અને બાંધકામમાં વપરાયેલા મટિરિયલ તેમજ સેફ્ટી પ્રોટોકોલના ભંગ અંગે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની