પંજાબમાં પૂરનો કહેર, રાજસ્થાન અને ગુજરાત જળબંબાકાર
પંજાબમાં પૂરથી 46 લોકોના મોત થયા, જ્યારે ગુજરાત અને રાજસ્થાન દેશના ઘણા ભાગોમાં જળબંબાકાર
વરસાદ
વરસાદ
દેશભરમાં વરસાદે વિનાશ સર્જયો છે અને અનેક રાજ્યો વરસાદી આફતની ઝપેટમાં આવ્યા છે. ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધીના વિસ્તારો ભારે વરસાદ અને પૂરથી પીડાઈ રહ્યા છે.
પંજાબમાં, પૂરથી સૌથી વધુ અસર જોવા મળી છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓનો પાણીમાં ગરકાવ થયો છે. લગભગ 2,000 ગામો પૂરના કારણે અસરગ્રસ્ત બન્યા છે. અત્યાર સુધીમાં 46 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આશરે 1.75 લાખ હેક્ટર ખેતીની જમીન બર્બાદ થઈ ગઈ છે. વરસાદ પછી સર્જાયેલા આ દુર્ભાગ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુરની મુલાકાત લેશે અને પૂર પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરશે.
યમુના અને ગંગા નદી છલકાઈ
ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ ગંભીર છે. યમુના અને ગંગા નદીઓ છલકાઈ રહી છે. મથુરામાં રસ્તાઓ પર નાવડીઓ ચાલતી જોવા મળી રહી છે, જ્યારે પ્રયાગરાજ અને વારાણસીમાં ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. હરિયાણાના પણ અનેક શહેરો પૂરથી અસરગ્રસ્ત છે.
ઉદયપુર અને ધોલપુરમાં ઘૂંટણસમા પાણી
રાજસ્થાન, જે સામાન્ય રીતે પાણીની અછત માટે ઓળખાય છે, ત્યાં પણ વરસાદે કહેર મચાવ્યો છે. ઉદયપુર અને ધોલપુરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં છે. રસ્તાઓ પર પાણીથી અવરજવર અશક્ય બની છે. લોકો ઘરોમાં ફસાઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશનની જરૂર પડી છે.
શહેરો અને ગામડાઓ બન્ને જળબંબાકાર
ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ખાસ કરીને બનાસકાંઠા અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયાં છે અને અનેક રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. શહેરો અને ગામડાઓ બન્ને જળબંબાકાર બન્યા છે.
ભારે વરસાદ માટે એલર્ટ જારી
હવામાન વિભાગના અનુસાર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ‑પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા દબાણના કારણે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી છે. 8 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાથે સાથે ઉત્તરાખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, મેઘાલય અને તમિલનાડુમાં પણ ભારે વરસાદ માટે એલર્ટ જારી કરાયું છે.
પરિસ્થિતિ પર કાબૂ મેળવવો અત્યારે પડકારરૂપ
આ આપત્તિએ ફરી એકવાર દર્શાવ્યું છે કે, કેવી રીતે ચોમાસાના કારણે પર્વતીય અને મેદાની વિસ્તારોમાં એકસાથે વિનાશ સર્જાઈ શકે છે. સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે, પરંતુ પરિસ્થિતિ પર કાબૂ મેળવવો અત્યારે પણ પડકારરૂપ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?