લખનઉ હિટ એન્ડ રન: 12માના છાત્રએ 6ને કચડ્યા
ફેયરવેલ પાર્ટીથી ગર્લફ્રેન્ડ સાથે પરત ફરતા વિદ્યાર્થીએ કારથી ૬ લોકોને કચડ્યા, માસૂમનું મોત

લખનઉ હિટ એન્ડ રન અકસ્માત

લખનઉ હિટ એન્ડ રન અકસ્માત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક સનસનાટીભર્યો હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાનપુર રોડ પર આવેલા હનુમાન મંદિર પાસે એક ૧૨મા ધોરણના વિદ્યાર્થીએ પોતાની પૂરપાટ ઝડપે જતી કારથી ૬ લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ૬ વર્ષના એક નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ૫ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ફેયરવેલ પાર્ટીથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત :
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિદ્યાર્થી ગૌરવ સિંહ તેની ક્લાસમેટ ગર્લફ્રેન્ડ સાથે એક ફેયરવેલ પાર્ટીમાં ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે બંથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. ૨૧ વર્ષીય ગૌરવ અવધ કોલેજિયેટમાં અભ્યાસ કરે છે અને તેના પિતા વેપારી છે. અકસ્માત સમયે કારમાં તેની મિત્ર પણ હાજર હતી, જે ઘટના બાદ કારમાંથી ઉતરી ગઈ હતી અને સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને સોંપી હતી.
સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ કારની ભયાનક સ્પીડ :
અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કારની ઝડપ ખૂબ જ વધારે હતી. કારે પહેલા એક બાઇક સવારને ટક્કર મારી અને ત્યારબાદ રસ્તા કિનારે ઊભેલા લોકો, ઈ-રિક્ષા અને ઓટોને કચડી નાખ્યા હતા. આ ભીષણ ટક્કરમાં ઉન્નાવના રહેવાસી ૬ વર્ષીય દીક્ષાંતનું મોત થયું છે. દીક્ષાંત તેની માતા અને નાની સાથે બજારમાં ખરીદી કરવા ગયો હતો ત્યારે આ કાળમુખી કારે તેને પોતાની ઝપેટમાં લીધો હતો.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ :
અકસ્માત સર્જ્યા બાદ આરોપી ગૌરવ કાર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર ટ્રેસ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે કાર પણ જપ્ત કરી છે. મૃતક બાળકની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ઘાયલ થયેલા તમામ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની