HDFC બેંકની મહિલા કર્મચારી આસ્થા સિંહનો ખુલાસો
જાતિવાદના આરોપને નકાર્યો, કહ્યું- ''મને ગર્વ છે કે હું ઠાકુર છું, જય શ્રી રામ''

આસ્થા સિંહનો ખુલાસો

આસ્થા સિંહનો ખુલાસો
છેલ્લા 24-36 કલાકથી સોશિયલ મીડિયા પર ''હું ઠાકુર છું'', ''જય શ્રી રામ'' અને જાતિવાદના આરોપ સાથે વાયરલ થયેલા HDFC બેંકના વીડિયો પર હવે બેંકની મહિલા કર્મચારી આસ્થા સિંહે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કાનપુરની પનકી બ્રાન્ચમાં કામ કરતી આસ્થા સિંહે નવો વીડિયો જારી કરીને જણાવ્યું છે કે આ વીડિયો 6 જાન્યુઆરીનો છે અને તેમાં કોઈ ગ્રાહક સાથેની ઘટના નથી. આ વિવાદ બેંકમાં કામ કરતી એક મહિલા કર્મચારીના પતિ સાથે થયેલા વિવાદનો છે.
આસ્થા સિંહે પોતાના વીડિયોમાં કહ્યું: ''નમસ્કાર, જય શ્રી રામ. છેલ્લા 24 થી 36 કલાકમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હજુ સુધી આમાં માત્ર એક જ પક્ષની વાત કરવામાં આવી છે અને હવે હું મારો પક્ષ રાખીને નિવેદન કરવા માંગું છું. આ વીડિયો 6 જાન્યુઆરીનો છે, હાલનો નથી અને આ કોઈ કસ્ટમરનો વીડિયો નથી. મેં કોઈ કસ્ટમર સાથે અણછાજતું વર્તન કર્યું નથી. આ વીડિયો અમારી બેન્કમાં કામ કરતી એક મહિલા કર્મચારીના પતિ સાથે થયેલા વિવાદનો છે, જેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે કે મેં કોઈ કસ્ટમર સાથે ખરાબ વર્તન કર્યું છે અને જાતિવાદનો મુદ્દો બનાવ્યો છે.''
તેમણે વધુમાં જણાવ્યું: ''એક મહિલા જે અમારી સાથે કામ કરતી હતી તેણે રેસિગ્નેશન આપ્યું હતું અને તે તે જ દિવસે રિલિવ મળે તેમ ઇચ્છતી હતી. તેની નણંદ સવારથી જ બ્રાન્ચમાં બેઠી હતી અને મારી તેની સાથે થોડી માથાકૂટ થઈ ગઈ. અને તેણે આ વાત તેના ભાઈને જણાવી, જે અમારી સાથે કામ કરતી મહિલા કર્મચારીનો પતિ છે. તેનો પતિ સાંજે 4:30 વાગ્યે બેન્કમાં આવ્યો અને મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને મને મારી જાતિ પૂછી. તેમણે મને કહ્યું કે તેઓ મને હેરાન કરી મૂકશે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા. તે પછી મેં જે નિવેદન આપ્યું તે ખોટા શબ્દોમાં હતું પણ હું મારા શબ્દો પર કાયમ છું. મેં કહ્યું કે હું ઠાકુર છું અને મને તેના પર ગર્વ છે. જય શ્રી રામ.''
આ વીડિયો 6 જાન્યુઆરીનો હોવાનું આસ્થાએ સ્પષ્ટ કર્યું છે અને તેમણે જણાવ્યું કે તેમને ગર્વ છે કે તેઓ ઠાકુર છે. આસ્થા સિંહે આ ઘટનાને જાતિવાદ સાથે જોડવાને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે આ માત્ર બેંકના સ્ટાફ અને તેના પતિ વચ્ચેનો વિવાદ હતો, જેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર #HDFCBank #AsthaSingh #Thakur જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. કેટલાક લોકો આસ્થાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક જાતિવાદના આરોપને આગળ વધારી રહ્યા છે. HDFC બેંક તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી, પરંતુ આ મામલે આંતરિક તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની