તમારું આધાર કાર્ડ એક્ટિવ છે કે નહીં? આ રીતે તપાસો
જો તમે આ ભૂલો કરશો તો તમારું આધાર કાર્ડ થઈ શકે છે બંધ, જાણો ડિએક્ટિવેટ થવાના મુખ્ય કારણો

આધાર કાર્ડ ડિએક્ટિવેટ

આધાર કાર્ડ ડિએક્ટિવેટ
આજના સમયમાં બેંકિંગથી લઈને સરકારી યોજનાઓ સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડ અનિવાર્ય છે. પરંતુ જો નાની ભૂલના કારણે તમારું આધાર કાર્ડ ડિએક્ટિવેટ થઈ જાય તો તમારા ઘણા મહત્વના કામ અટકી શકે છે. મોટાભાગના લોકોને ખ્યાલ હોતો નથી કે કયા કારણોસર તેમનું આધાર બંધ થઈ શકે છે.
આધાર કાર્ડ ડિએક્ટિવેટ થવાના મુખ્ય કારણો :
બેવડી નોંધણી (Duplicate Entry): જો કોઈ વ્યક્તિના નામે ભૂલથી બે આધાર નંબર જારી કરવામાં આવે, તો UIDAI તપાસ બાદ તેમાંથી એકને રદ કરી દે છે. નિયમ મુજબ એક વ્યક્તિ પાસે માત્ર એક જ માન્ય આધાર હોવો જોઈએ.
બાયોમેટ્રિક અપડેટનો અભાવ: તમારા ફિંગરપ્રિન્ટ્સ અને આંખના સ્કેન (Iris) સમય જતાં બદલાઈ શકે છે. જો લાંબા સમય સુધી બાયોમેટ્રિક્સ અપડેટ કરવામાં ન આવે અને ઓથેન્ટિકેશન વારંવાર નિષ્ફળ જાય, તો સુરક્ષાના કારણોસર આધાર કાર્ડ પર અસર પડી શકે છે.
ખોટી માહિતી અથવા દસ્તાવેજ: આધાર કાર્ડ માટે અરજી કરતી વખતે જો નામ, જન્મતારીખ કે સરનામામાં ખોટી વિગતો આપવામાં આવી હોય અથવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ થયો હોય, તો તપાસ બાદ UIDAI તેને ડિએક્ટિવેટ કરી શકે છે.
તમારું આધાર એક્ટિવ છે કે નહીં તે કેવી રીતે જાણશો ?
તમે ઘરે બેઠા ઓનલાઇન જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ ચાલુ છે કે બંધ. તેના માટે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જઈને 'Check Aadhaar Status' અથવા 'Authentication History' વિભાગમાં જઈને તપાસ કરી શકાય છે. જો તમારી ઓથેન્ટિકેશન હિસ્ટ્રીમાં વારંવાર 'Fail' દેખાતું હોય, તો તમારે તાત્કાલિક આધાર સેન્ટર જઈને વિગતો અપડેટ કરાવવી જોઈએ.
મૃતક સંબંધીનું આધાર ઓનલાઈન બંધ કરવાની સુવિધા :
હવે પરિવારના સભ્યો મૃતક સંબંધીનું આધાર કાર્ડ MyAadhaar પોર્ટલ દ્વારા ઓનલાઈન બંધ કરાવી શકે છે. તેના માટે 'Report Death of a Family Member' વિકલ્પ પસંદ કરી મૃતકનું નામ, આધાર નંબર અને મૃત્યુનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તપાસ બાદ આશરે 90 દિવસમાં તે આધાર નંબર ડિએક્ટિવેટ કરી દેવામાં આવે છે.
આધાર કાર્ડને એક્ટિવ રાખવા માટે દર 10 વર્ષે તમારા દસ્તાવેજો અને બાયોમેટ્રિક્સ અપડેટ કરાવતા રહેવું હિતાવહ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની