ઓડિશામાં કરોડોનું હેશ ઓઈલ અને ગાંજો જપ્ત
ઓડિશા-આંધ્ર બોર્ડર પર ફિલ્મી ઢબે ઓપરેશન, 2 ટન ગાંજો અને હેશ ઓઈલ કબજે

ઓડિશામાં હેશ ઓઈલ અને ગાંજો જપ્ત

ઓડિશામાં હેશ ઓઈલ અને ગાંજો જપ્ત
દક્ષિણ ઓડિશામાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ કોરાપુટ પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. ઓડિશા-આંધ્રપ્રદેશ બોર્ડર પાસે આવેલા ઝોલાપુટ ડેમ નજીકના ગાઢ જંગલોમાં પોલીસે છાપો મારીને અંદાજે ₹200 કરોડની કિંમતનું 1,800 લિટર હેશિશ ઓઈલ અને 2,000 કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો છે.
ફિલ્મી ઢબે પાર પાડ્યું ઓપરેશન
પોલીસને બાતમી મળી હતી કે જંગલની વચ્ચે એક કામચલાઉ યુનિટમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે. ભૌગોલિક પરિસ્થિતિ કપરી હોવાથી પોલીસની ટીમ પહેલા બોટ દ્વારા જળાશય પાર કરીને પહોંચી હતી અને ત્યારબાદ ગાઢ જંગલમાં પગપાળા ચાલીને આ અડ્ડા પર ત્રાટકી હતી, જેથી ગુનેગારોને ભાગવાની તક ન મળે.
મુદ્દામાલ અને ધરપકડ:
હેશ ઓઈલ: 1,800 લિટર (કિંમત ₹200 કરોડ).
ગાંજો: બે અલગ-અલગ દરોડામાં કુલ 2,000 કિલોથી વધુ ગાંજો પકડાયો (કિંમત અંદાજે ₹10 કરોડ). પોલીસે આ મામલે 4 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં બે સપ્લાયરો કોરાપુટના છે અને બે રિસીવરો હરિયાણાના છે. આ 4 શખ્સને આધાર અન્ય માહિતી ઘટસ્ફોટ થાય તેવું પણ લાગી રહ્યું છે.
આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ
કોરાપુટના એસપી રોહિત વર્માએ જણાવ્યું હતું કે, આ એક મોટું આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક છે જે દુર્ગમ વિસ્તારોમાંથી કાર્યરત હતું. પોલીસે મુખ્ય સૂત્રધારોને ઓળખી લીધા છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે.
નંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિકઅપ વાહનોમાં પ્લાસ્ટિક ટ્રેની નીચે છુપાવીને લઈ જવાતો ગાંજો પણ આ ઓપરેશન દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની