અશ્લીલ કન્ટેન્ટ પર સરકારની લાલ આંખ
IT નિયમોના ઉલ્લંઘન બદલ MoodXVIP સહિત 5 એપ્સ બંધ, અગાઉ પણ કાર્યવાહી

વધુ 5 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ, 7 મહિનામાં કુલ 30 પ્લેટફોર્મ બ્લોક.

વધુ 5 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ, 7 મહિનામાં કુલ 30 પ્લેટફોર્મ બ્લોક.
કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB) દ્વારા ઓનલાઈન અશ્લીલ અને વાંધાજનક સામગ્રી સામે ફરી એકવાર કડક કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રાલયે MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel અને Jugnu સહિત કુલ 5 OTT પ્લેટફોર્મને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મ પર જાહેર શાલીનતા અને નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કરતી અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવામાં આવી રહી હતી.
મંત્રાલયે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs)ને તાત્કાલિક આ એપ્સ અને સંબંધિત વેબસાઇટ્સનો ઍક્સેસ બંધ કરવાની સૂચના આપી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં એવા વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા, જેમાં કોઈ સામાજિક સંદેશ અથવા વાર્તા વગર માત્ર અશ્લીલ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા.
કયા કાયદા હેઠળ કાર્યવાહી?આ કાર્યવાહી IT Act 2000, IT Rules 2021, BNSની સંબંધિત જોગવાઈઓ અને મહિલાઓના અશ્લીલ પ્રદર્શન સામેના કાયદાઓ હેઠળ કરવામાં આવી છે.
IT Act કલમ 67 અને 67A મુજબ ઇન્ટરનેટ પર અશ્લીલ અથવા જાતીય સામગ્રી પ્રસારિત કરવું ગુનો છે
મહિલાઓના અશ્લીલ પ્રદર્શન (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ પણ ઉલ્લંઘન નોંધાયું
IT Rules 2021 મુજબ ડિજિટલ પ્લેટફોર્મને ‘કોડ ઓફ એથિક્સ’નું પાલન ફરજિયાત છે
આ પહેલીવાર નથી જ્યારે સરકારે OTT પ્લેટફોર્મ સામે કડક પગલું ભર્યું હોય.
જુલાઈ 2025માં Ullu અને ALTT સહિત 25 પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકાયો હતો
માર્ચ 2024માં 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ બ્લોક કરવામાં આવ્યા હતા
સરકારનું કહેવું છે કે વારંવાર ચેતવણી આપવામાં છતાં કેટલાક પ્લેટફોર્મ્સ દ્વારા નવા ડોમેન નામથી ફરી તે જ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરવામાં આવતું હતું.
ડિજિટલ કન્ટેન્ટ માટે કડક માર્ગદર્શિકાસરકારે 2021માં ‘Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code)’ નિયમો અમલમાં મૂક્યા હતા, જેને 2023માં અપડેટ કરવામાં આવ્યા.
આ નિયમો મુજબ:
કન્ટેન્ટ માટે વય આધારિત વર્ગીકરણ ફરજિયાત છે
પ્લેટફોર્મ પર Grievance Officer હોવો જરૂરી
મહિલાઓ, બાળકો અથવા સમાજને નુકસાન પહોંચાડે તેવી સામગ્રી પ્રતિબંધિત
દેશવિરોધી અથવા અશ્લીલ કન્ટેન્ટ મંજૂર નથી
ડિજિટલ પ્લેટફોર્મ્સની વધતી લોકપ્રિયતા સાથે અયોગ્ય સામગ્રી અંગેની ચિંતાઓ પણ વધી રહી છે. સરકારનું માનવું છે કે આ કાર્યવાહીનો હેતુ ડિજિટલ ઇકોસિસ્ટમને સુરક્ષિત, જવાબદાર અને પરિવારમૈત્રી બનાવવાનો છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર પ્લેટફોર્મ્સ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની