ગુરુગ્રામમાં નકલી ઇન્સ્પેક્ટરે આચર્યું ગેંગરેપ
નોકરીની લાલચ આપી મહિલાને હોટલમાં બોલાવી નશીલી ચા પીવડાવી

ગુરુગ્રામ ગેંગરેપ

ગુરુગ્રામ ગેંગરેપ
હરિયાણાના ગુરુગ્રામમાં માનવતાને શરમાવે તેવી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પોલીસ વિભાગમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા એક શખ્સે પોતાની ખોટી ઓળખ આપી દિલ્હીની એક યુવતીને નોકરીની લાલચ આપી હતી અને ત્યારબાદ તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપીને છેતરી :
પીડિતાના જણાવ્યા અનુસાર, છ મહિના પહેલા બસમાં મુસાફરી દરમિયાન તેની મુલાકાત સતીશ કુમાર નામના વ્યક્તિ સાથે થઈ હતી. સતીશે પોતે હરિયાણા પોલીસમાં ઇન્સ્પેક્ટર હોવાનું જૂઠું બોલી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. એટલું જ નહીં, તેણે પોતાની પત્ની જજ હોવાનો પણ દાવો કર્યો હતો. આરોપીએ યુવતીને મુખ્યમંત્રી કોટામાંથી સરકારી કુકની નોકરી અપાવવાનો વાયદો કરી તેની પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી.
હોટલમાં નશીલી ચા પીવડાવી નરાધમ કૃત્ય :
આરોપી સતીશે ગત વર્ષે જુલાઈ-ઓગસ્ટ દરમિયાન મહિલાને દસ્તાવેજોના બહાને ગુરુગ્રામની એક હોટલમાં બોલાવી હતી. હોટલના રૂમમાં સતીશનો અન્ય એક સાથીદાર પણ હાજર હતો. આરોપ છે કે આ બંને શખ્સોએ મહિલાને ચામાં કોઈ કેફી દ્રવ્ય પીવડાવી દીધું હતું અને તે બેભાન થતા તેની સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.
અશ્લીલ વીડિયો બનાવી આપી ધમકી :
નરાધમોએ માત્ર દુષ્કર્મ જ નહોતું આચર્યું, પરંતુ પીડિતાના અશ્લીલ ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેને પોલીસનો ડર બતાવી જાનથી મારી નાખવાની અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
ઝીરો FIR બાદ તપાસ ગુરુગ્રામ ટ્રાન્સફર :
પીડિતાએ હિંમત બતાવી દિલ્હીના કેન્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ દિલ્હી પોલીસે 'ઝીરો FIR' નોંધી આ કેસ 18 ફેબ્રુઆરીના રોજ ગુરુગ્રામના ડીએલએફ ફેઝ-2 પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો છે. હાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની