'ભારત ટેક્સી'ની એન્ટ્રી: કેબ ડ્રાઈવરો થશે માલામાલ!
હવે સારથીઓના ખાતામાં આવશે પુરેપુરું ભાડું; ફેમિલી વીમા અને અકસ્માત કવરનો લાભ પણ સામેલ

'ભારત ટેક્સી'ની એન્ટ્રી

'ભારત ટેક્સી'ની એન્ટ્રી
ઓનલાઇન કેબ બુકિંગની દુનિયામાં અત્યાર સુધી ઉબર (Uber) અને ઓલા (Ola) જેવી કંપનીઓનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ હવે આ ક્ષેત્રમાં 'ભારત ટેક્સી' (Bharat Taxi) એક ગેમ-ચેન્જર તરીકે ઉભરી રહી છે. આ નવી સર્વિસે માત્ર મુસાફરો માટે જ નહીં, પણ જેઓ ટેક્સી ચલાવે છે તેવા 'સારથીઓ' (ડ્રાઈવરો) માટે અત્યંત આકર્ષક અને સુરક્ષિત યોજનાઓ રજૂ કરી છે.
0% કમિશન મોડલ
ભારત ટેક્સીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે તેના ડ્રાઈવરોને ભાડાના પૂરેપૂરા પૈસા આપવાનો દાવો કરી રહી છે. સામાન્ય રીતે અન્ય એપ્સ ડ્રાઈવરના ભાડામાંથી મોટું કમિશન કાપી લેતી હોય છે, પરંતુ ભારત ટેક્સીમાં ડ્રાઈવરોના ખાતામાં જમા થતી રકમમાં કોઈ મોટો કાપ મૂકવામાં આવશે નહીં, જેનાથી તેમની રોજિંદી આવકમાં ધરખમ વધારો થશે.
05 ફેબ્રુઆરી, આજથી ભારતની સર્વપ્રથમ સહકારી ક્ષેત્રની ટેક્સીની શરૂઆત દિલ્હીથી થવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ભારત ટેક્સી લોન્ચ કરશે.

પરિવાર અને પર્સનલ સુરક્ષાની ગેરંટી:
કંપનીએ ડ્રાઈવરો માટે કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે:
પર્સનલ એક્સિડન્ટ વીમો: ડ્રાઈવરને અકસ્માત સામે રક્ષણ.
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ: માત્ર ડ્રાઈવર જ નહીં, તેના આખા પરિવારને પણ આરોગ્ય વીમાનું કવર મળશે.
લોન અને કલ્યાણ યોજનાઓ: આર્થિક મુશ્કેલીના સમયે કંપની ડ્રાઈવરોને મદદરૂપ થશે.
'સારથી દીદી' પ્રોજેક્ટ:
ભારત ટેક્સીએ મહિલા ડ્રાઈવરોને પ્રોત્સાહન આપવા માટે 'સારથી દીદી' પહેલ શરૂ કરી છે. આ હેઠળ મહિલાઓને ટેક્સી ચલાવવા માટે તાલીમ અને વિશેષ સુરક્ષા આપવામાં આવશે, જેથી મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકે.
નિષ્ણાતોના મતે, જો ભારત ટેક્સી આ વચનો પૂરા કરવામાં સફળ રહેશે, તો કેબ માર્કેટમાં ડ્રાઈવરોનું પલાયન અન્ય કંપનીઓ તરફથી ભારત ટેક્સી તરફ વધી શકે છે. મુસાફરો માટે પણ વ્યાજબી દર અને ડ્રાઈવરો માટે સન્માનજનક કમાણી આ પ્લેટફોર્મની ઓળખ બનવા જઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની