દિલ્હીમાં 15 વર્ષના વિદ્યાર્થીને છરી મારી
દિલ્હીમાં શાળા બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી, પોલીસે 3 સગીર આરોપીઓની ધરપકડ
વિદ્યાર્થીને છરી મારી
વિદ્યાર્થીને છરી મારી
દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર 3 સગીરોએ હુમલો કર્યો હતો. આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી તેની છાતીમાં છરી સાથે પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારની ઘટના તાજેતરમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં પણ બની હતી.
2 મિત્રો સાથે મળીને કર્યો હુમલો
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ હુમલો લગભગ 10-15 દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતને કારણે થયો હતો. આરોપી વિદ્યાર્થીને શંકા હતી કે, પીડિત વિદ્યાર્થીએ તે ઝઘડો ઉશ્કેર્યો હતો. આ અદાવતનો બદલો લેવા માટે, તેણે પોતાના 2 મિત્રો સાથે મળીને વિદ્યાર્થી પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. 4 સપ્ટેમ્બરના રોજ જ્યારે પીડિત વિદ્યાર્થી શાળાના ગેટ પર પહોંચ્યો, ત્યારે ત્રણેય સગીર આરોપીઓએ તેને ઘેરી લીધો.
વિદ્યાર્થીની સ્થિતિ હાલત ગંભીર
તેમાંથી એક સગીરે પીડિતની છાતીમાં છરી મારી, જ્યારે અન્ય 2એ તેને પકડી રાખ્યો. આરોપીઓએ પીડિતને ડરાવવા માટે તૂટેલી બિયરની બોટલનો પણ ઉપયોગ કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો વિદ્યાર્થી કોઈક રીતે તેની છાતીમાં છરી સાથે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક કલાવતી સરન હોસ્પિટલ અને બાદમાં RML હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેની છાતીમાંથી છરી કાઢી. હાલમાં તેની હાલત સ્થિર છે.
ત્રણેય સગીરની આરામ બાગ વિસ્તારમાંથી ધરપકડ
સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિધિન વાલસનના જણાવ્યા મુજબ, પોલીસે આ મામલે કેસ નોંધીને ત્રણેય સગીરોની આરામ બાગ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલી છરી અને તૂટેલી બિયરની બોટલ પણ જપ્ત કરવામાં આવી છે. આ હુમલો ફક્ત અદાવતને કારણે થયો હતો, અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?