દિલ્હી AI સમિટ: બિલ ગેટ્સની ગેરહાજરીથી ચર્ચા
ગ્લોબલ AI સમિટમાં બિલ ગેટ્સનું સંબોધન રદ; ગલગોટિયા યુનિવર્સિટીના સ્ટોલ અંગે પણ વિવાદ થયો

ગ્લોબલ AI સમિટ બિલ ગેટ્સ

ગ્લોબલ AI સમિટ બિલ ગેટ્સ
દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ગ્લોબલ AI સમિટ હાલમાં બે મોટા કારણોસર ચર્ચામાં છે. પ્રથમ માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની અચાનક ગેરહાજરી અને બીજું ગલગોટિયા યુનિવર્સિટી દ્વારા પ્રદર્શિત કરાયેલ પ્રોડક્ટ્સ અંગેનો વિવાદ. આ ફેરફારોને કારણે ટેક જગતમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
બિલ ગેટ્સના સ્થાને અંકુર વોરા આપશે સંબોધન :
અગાઉના શિડ્યુલ મુજબ, બિલ ગેટ્સ 19 ફેબ્રુઆરીના રોજ મુખ્ય વક્તા તરીકે ખાસ સંબોધન કરવાના હતા. જોકે, ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ હવે આ કાર્યક્રમમાં હાજર રહેશે નહીં. તેમના બદલે ફાઉન્ડેશનના ઈન્ડિયા અને આફ્રિકા ઓફિસના પ્રેસિડેન્ટ અંકુર વોરા જવાબદારી સંભાળશે. જોકે બિલ ગેટ્સ ભારતની મુલાકાતે છે અને તેમણે તાજેતરમાં આંધ્રપ્રદેશમાં મહત્વની મુલાકાતો પણ કરી હતી, પરંતુ સમિટમાંથી તેમની ગેરહાજરી પાછળ એપસ્ટીન ફાઇલ્સ સાથે જોડાયેલા વિવાદો જવાબદાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગલગોટિયા યુનિવર્સિટીનો સ્ટોલ વિવાદમાં ઘેરાયો :
સમિટ દરમિયાન વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગલગોટિયા યુનિવર્સિટીએ જે ટેક પ્રોડક્ટ્સ પોતાની હોવાનો દાવો કર્યો હતો, તે હકીકતમાં ચીન અને કોરિયામાં નિર્મિત હોવાનું સામે આવ્યું છે. પ્રોડક્ટ્સમાં ગેરરીતિ અને ખોટા દાવાઓને પગલે યુનિવર્સિટીનો સ્ટોલ તાત્કાલિક અસરથી હટાવી દેવાનો આદેશ અપાયો હોવાના અહેવાલ છે. આ ઘટનાને કારણે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
ભારત માટે AI સમિટનું મહત્વ :
બિલ ગેટ્સની ગેરહાજરી છતાં, આ સમિટ ભારત માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં અત્યંત મહત્વની છે. દુનિયાભરની દિગ્ગજ કંપનીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. ગેટ્સ ફાઉન્ડેશને પણ ખાતરી આપી છે કે તેઓ ભારતમાં સ્વાસ્થ્ય અને વિકાસના પ્રોજેક્ટ્સમાં પોતાનું સમર્થન ચાલુ રાખશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની