UPI ટ્રાન્ઝેક્શન પર GST અટકળો પર કેન્દ્રનો ખુલાસો
UPI ટ્રાન્ઝેક્શન પર GST લેવા મુદ્દે ચાલી રહેલી અટકળો પર કેન્દ્રએ સ્પષ્ટતા, જોણો શું કહ્યું

શું 2000 UPI ટ્રાન્ઝેક્શન પર લેવાશે ટેક્ષ

શું 2000 UPI ટ્રાન્ઝેક્શન પર લેવાશે ટેક્ષ
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવતી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવાઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર કેન્દ્ર સરકારે આખરે પૂર્ણવિરામ મૂક્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે UPI મારફત ₹2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર GST લાદવાની કોઈ યોજના નથી.
અટકળોનો અંત: રાજ્યમંત્રીએ કરી સ્પષ્ટતાછેલ્લા કેટલાક સમયથી એવી અટકળો વહેતી થઈ હતી કે GST કાઉન્સિલ UPI મારફત ₹2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર GST લાદવા વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં તેનો અમલ થશે. જોકે, રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "GST કાઉન્સિલે ₹2000 થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાદવાની કોઈ ભલામણ કરી નથી." આ સ્પષ્ટતા કર્ણાટકના વેપારીઓને UPI ટ્રાન્ઝેક્શનના આંકડાઓના આધારે GST માગની નોટિસ મળ્યા બાદ કરવામાં આવી હતી, જેનાથી દેશભરના ડિજિટલ વ્યવહાર કરનારા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
કર્ણાટકની નોટિસ અને રાજકીય ખેંચતાણકર્ણાટકમાં નાના વેપારીઓને મળેલી GST નોટિસ અંગે કેન્દ્રીય ખાદ્ય, જાહેર વિતરણ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે, આ નોટિસ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે, કેન્દ્ર સરકાર તરફથી નહીં. જોકે, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ દાવાને હાસ્યાસ્પદ ગણાવીને સ્પષ્ટતા કરી હતી કે, નોટિસ જાહેર કરવામાં રાજ્યની કોઈ ભૂમિકા નથી.
પ્રહલાદ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, "કર્ણાટકના કોમર્શિયલ ટેક્સ ઓફિસર્સે નાના વેપારીઓને GST બાકી હોવાની નોટિસ પાઠવી હતી. તેમ છતાં રાજ્ય સરકાર ખોટું બોલી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે આમાં તેને કોઈ હાથ નથી. તે માત્ર જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે." તેમણે તર્ક આપ્યો કે જો નોટિસ કેન્દ્ર સરકાર દ્વારા પાઠવવામાં આવી હોત, તો અન્ય રાજ્યોના વેપારીઓને પણ મળી હોત, પરંતુ આવું બન્યું નથી અને માત્ર કર્ણાટકમાં જ શા માટે આ નોટિસ મોકલાઈ તે પ્રશ્ન ઉભો થાય છે.
વધુમાં, જોષીએ સ્પષ્ટતા કરી હતી કે GST ના બે ઘટક છે: કેન્દ્ર સરકારને આધિન CGST (કેન્દ્રીય GST) અને રાજ્ય સરકારોને આધિન SGST (રાજ્ય GST). કર્ણાટકના નાના વેપારીઓને આ નોટિસ રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મળી હતી, જે સ્પષ્ટપણે રાજ્ય સરકારની ભૂમિકા દર્શાવે છે.
કેન્દ્ર સરકારની આ સ્પષ્ટતાથી લાખો UPI યુઝર્સને રાહત મળી છે અને ડિજિટલ પેમેન્ટ્સને વધુ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની