ઓનલાઈન સટ્ટા એપ મામલે વઘુ એક અભિનેત્રીની પૂછરપછ
1Xબેટ કેસમાં અભિનેત્રી નેહા શર્માની ED દ્વારા પૂછપરછ, અનેક ક્રિકેટર્સ-હસ્તીઓ સંડોવાયા

ઓનલાઈન સટ્ટા એપ મામલે EDની તપાસ

ઓનલાઈન સટ્ટા એપ મામલે EDની તપાસ
ઓનલાઈન સટ્ટો રમાડતી વિવાદાસ્પદ એપ 1Xબેટ સંબંધિત મની લોન્ડરિંગના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસનો ધમધમાટ ચાલુ છે. આ કેસમાં આજે, મંગળવારે, બોલિવૂડ અભિનેત્રી અને મોડલ નેહા શર્માની પૂછપરછ કરવામાં આવી હતી.
નેહા શર્માનું નિવેદન નોંધાયું
નેહા શર્મા મંગળવારે ED સમક્ષ હાજર થઈ હતી અને PMLA એક્ટની જોગવાઈઓ હેઠળ તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલો મુજબ, નેહા શર્મા આ ઓનલાઈન બેટિંગ એપની જાહેરાત (એડવર્ટાઇઝમેન્ટ) સાથે જોડાયેલી હોવાથી કેસમાં તેનું નામ સામે આવ્યું હતું. અધિકારીઓ હવે તપાસ કરશે કે એપના પ્રચારમાં તેની કોઈ ભૂમિકા હતી કે નહીં.
અગાઉ પણ અનેક હસ્તીઓની પૂછપરછ
નોંધનીય છે કે, આ જ કેસમાં અગાઉ ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. EDએ સ્પષ્ટતા કરી છે કે આ એપ કોઈ પણ જરૂરી મંજૂરી વિના ભારતમાં કામ કરી રહી હતી.
આ સિવાય અન્ય જાણીતી હસ્તીઓ જેમ કે, ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, અભિનેત્રી ઉર્વશી રૌતેલા, TMCના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી, અને બંગાળી અભિનેતા અંકુશ હાજરાના નામ પણ આ મામલે સામે આવ્યા છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?