કચ્છ સરહદે અમિત શાહે BSF જવાનોને બિરદાવ્યા
BSFની G-7 બોર્ડર પોસ્ટનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, સ્માર્ટ સુરક્ષા ગ્રીડની કરી જાહેરાત

બીએસએફના જવાનો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, Dy CM હર્ષ સંઘવીની તસવીર

બીએસએફના જવાનો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, Dy CM હર્ષ સંઘવીની તસવીર
કચ્છ સરહદે BSF જવાનો સાથે અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કચ્છની ભારત-પાકિસ્તાન સરહદ પર BSFની G-7 બોર્ડર આઉટપોસ્ટનું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે બીએસએફના જવાનોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે પણ તેઓ BSFના જવાનો વચ્ચે જાય છે ત્યારે તેમનો થાક દૂર થઈ જાય છે. કારણ કે દેશની સૌથી કઠીન પરિસ્થિતિમાં પણ જવાનો હસતા ચહેરા સાથે દેશની સુરક્ષા કરી રહ્યા છે. અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં.
BSFના 60 વર્ષના યોગદાનને યાદ કર્યું
અમિત શાહે જણાવ્યું કે, 1966થી લઈને આજે સુધી BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી પડકારજનક સરહદોની સુરક્ષા સફળતાપૂર્વક સંભાળી છે. -45 ડિગ્રીથી લઈને 50 ડિગ્રી તાપમાન સુધીની પરિસ્થિતિમાં જવાનો સતત ફરજ બજાવી રહ્યાં છે. કચ્છના રણ, હરામીનાળા અને સરક્રીક જેવી કાદવવાળી જમીન, રાજસ્થાનના રણપ્રદેશ અને કાશ્મીરના બરફીલા વિસ્તારોમાં BSFના જવાનો સતત દેશની સુરક્ષા માટે તૈનાત રહ્યા છે.
2 હજારથી વધુ જવાનોના બલિદાનનો ઉલ્લેખ
ગૃહ મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા છ દાયકામાં BSFના આશરે 2 હજાર જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું છે. દેશની 140 કરોડ જનતા BSF પ્રત્યે ગૌરવ અને સન્માનની લાગણી ધરાવે છે. બીએસએફના જવાનોના કારણે દેશના લોકો નિર્ભયતાથી જીવન જીવી શકે છે.
ગુજરાતમાં BSF સેન્ટરથી જનજાગૃતિ
અમિત શાહે જણાવ્યું કે, બનાસકાંઠામાં BSFની કઠીન ફરજ વિશે લોકોને માહિતગાર કરવા માટે વિશેષ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આશરે પોણા બસ્સો કરોડના ખર્ચે તૈયાર થયેલાં આ સેન્ટરમાં દર મહિને લાખો લોકો BSFના જીવન અને ફરજ વિશે જાણકારી મેળવી રહ્યા છે.
હરામીનાળા અને સરક્રીકમાં સુરક્ષા મજબૂત
તેમણે કહ્યું કે, ગૃહમંત્રી બન્યા બાદ હરામીનાળા અને સરક્રીક વિસ્તારની સુરક્ષા મજબૂત બનાવવા માટે વિશેષ યોજના તૈયાર કરવામાં આવી હતી. વોચ ટાવર, રોડ, પીવાનું પાણી, મેડિકલ સુવિધા અને આધુનિક ફેન્સિંગ જેવી વ્યવસ્થાઓ દ્વારા સુરક્ષા ગ્રીડ મજબૂત બનાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
સ્માર્ટ બોર્ડર સુરક્ષા પ્રોજેક્ટ પર ભાર
અમિત શાહે જણાવ્યું કે, BSFના 60મા વર્ષ દરમિયાન સરહદી સુરક્ષાનો સમગ્ર અભિગમ બદલવાનો નિર્ણય લેવાયો છે. સ્માર્ટ બોર્ડર સુરક્ષા પ્રોજેક્ટ હેઠળ ડ્રોન, રડાર, આધુનિક ટેકનોલોજી અને સુરક્ષા ગ્રીડ દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં ફેન્સિંગ મુદ્દે મહત્વની જાહેરાત
ગૃહ મંત્રીએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં બોર્ડર ફેન્સિંગ માટે લાંબા સમયથી જમીનની સમસ્યા હતી. હવે રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ ફેન્સિંગ માટે જમીન આપવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે ઘૂસણખોરી રોકવામાં મદદ મળશે.
BSF જવાનોની મુશ્કેલીઓ ઘટાડવા પ્રયાસ
અમિત શાહે BSF જવાનોના રહેઠાણ અને જીવન પરિસ્થિતિઓની પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર જવાનોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે સતત કામ કરી રહી છે. સુરક્ષા સાધનો તથા સુવિધાઓ માટે બજેટની કોઈ કમી રાખવામાં આવશે નહીં.
ગુજરાતની સરહદ હવે વધુ સુરક્ષિત
તેમણે અંતમાં કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે ગુજરાતની સરહદ પરથી સ્મગલિંગ અને ઘૂસણખોરી થતી હતી. પરંતુ હવે BSFના જવાનોના પરાક્રમ અને સતર્કતાના કારણે ગુજરાતની સરહદ સંપૂર્ણપણે સુરક્ષિત બની રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?