ફરીદાબાદ જેલમાં અબ્દુલ રહેમાનની હત્યાથી ખળભળાટ
રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનાર આરોપીની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી

રામ મંદિર

રામ મંદિર
હરિયાણાની ફરીદાબાદ જિલ્લા જેલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યાના રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં જેલમાં બંધ 19 વર્ષીય અબ્દુલ રહેમાનની હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે રાત્રે થયેલા આ જીવલેણ હુમલા બાદ જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે.
કેવી રીતે થઈ હત્યા ?
જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સાથી કેદી અરુણ ચૌધરીએ અબ્દુલ રહેમાન પર કોઈ તીક્ષ્ણ વસ્તુ અથવા પથ્થરથી હુમલો કર્યો હતો. હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે અબ્દુલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રોહિત ગોદારા ગેંગે સોશિયલ મીડિયા પર સ્વીકારી જવાબદારી :
આ હત્યા બાદ કુખ્યાત રોહિત ગોદારા ગેંગ મેદાનમાં આવી છે. ગેંગના સભ્ય મહેન્દ્ર ડેલાનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ દેશની વિરુદ્ધ જશે તેનો અંજામ આવો જ આવશે. તેમણે આરોપી અરુણ ચૌધરીને સમર્થન આપી તેને સલામ કરી છે.
કોણ હતો અબ્દુલ રહેમાન ?
અબ્દુલ રહેમાન અયોધ્યાના ઈનાયત નગરનો રહેવાસી હતો. માર્ચ 2025 માં હરિયાણા STF અને ગુજરાત ATS એ સંયુક્ત ઓપરેશન કરીને તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ અને રામ મંદિર સંકુલની જાસૂસી કરતા વીડિયો મળી આવ્યા હતા. તપાસ એજન્સીઓ તેને આતંકવાદી સંગઠન ISI સાથે જોડાયેલો માનતી હતી. તે તેના પરિવારનો એકમાત્ર પુત્ર હતો અને હજુ બે દિવસ પહેલા જ તેનો પરિવાર તેને જેલમાં મળીને પરત ફર્યો હતો.
જેલ સુરક્ષા પર ઉઠ્યા સવાલો :
ઉચ્ચ સુરક્ષા ધરાવતી જેલમાં આતંકવાદી પ્રવૃત્તિઓના આરોપીની હત્યા થતા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની